Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઠાણાગ સુત્ર-૨
१३ पंच संवरदारा पण्णत्ता, तं जहा- सम्मत्तं, विरई, अपमाओ, अकसाइत्तं, અગણિત્ત . ભાવાર્થ :- સંવરના પાંચ દ્વાર છે, તે આ પ્રમાણે છે- (૧) સમ્યકત્વ (૨) વિરતિ (૩) અપ્રમાદ (૪) અકષાય (૫) અયોગ.
વિવેચન :
આસવ = આશ્રવ. કર્મબંધના કારણો, જેના દ્વારા કર્મો આવે તે આશ્રવ. સંવર = કર્મબંધના કારણોનો વિરોધ કરવો, આવતા કર્મોને અટકાવવા તે સંવર. કર્મબંધના પાંચ કારણો છે અને તેને રોકવા રૂપ સંવરના પણ પાંચ પ્રકાર છે. મિચ્છત્ત = વિપરીત તત્ત્વશ્રદ્ધા. સન્મત્ત = સમ્યક તત્ત્વશ્રદ્ધા. વિર = પાપકર્મનો ત્યાગ ન કરવો, વિર = પાપકર્મનો ત્યાગ કરવો. પHTો = આત્મિક અનુત્સાહ, યોગ્ય કાર્યમાં પ્રવૃત્ત ન થવું, અયોગ્ય કાર્યમાં પ્રવૃત્ત થવું. સપનાઓ = આત્મિક ઉત્સાહ, યોગ્ય કાર્ય કરવું, વસાવા = આત્માનો રાગ-દ્વેષાત્મક ઉત્તાપ, અસારૂ = રાગ-દ્વેષની નિવૃત્તિ. સમભાવ, શાંતિ નો = મન, વચન, કાયાનો વ્યાપાર. મનોરં = મનાદિ યોગ પ્રવૃત્તિનો નિરોધ. દંડના પ્રકાર :१४ पंच दंडा पण्णत्ता, तं जहा- अट्ठादंडे, अणट्ठादंडे, हिंसादंडे, અવાવંડે, વિઠ્ઠી-વિMરિયાલિયાવંદે ! ભાવાર્થ :- દંડના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અર્થ દંડ- પ્રયોજન વશ પોતા માટે અથવા બીજા માટે જીવ હિંસા થાય તેવા કાર્ય કરવા (૨) અનર્થ દંડ- પ્રયોજન વિના જીવઘાત થાય તેવા કાર્ય કરવા (૩) હિંસા દંડ- આ વ્યક્તિએ મને માર્યું હતું, મારે છે કે મારશે તેવા ભયથી હિંસાદિ કરવી (૪) અકસ્માત્ દંડ- અકસ્માતુ જીવહિંસા થવી, અન્યને મારવા જાય અને અન્ય જીવ મરી જાય (૫) દષ્ટિ વિપર્યાસ દંડ- મિત્રને શત્રુ સમજીને વધ કરવો.
વિવેચન :
જેના દ્વારા આત્મા દંડાય તે દંડ. સૂત્રકૃતાંગ સૂત્રમાં બીજા શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં જે તેર ક્રિયા બતાવી છે. તેમાંથી પાંચ ક્રિયાને અહીં દંડરૂપે કહી છે.
પચ્ચીસ ક્રિયાઓ - १५ पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- आरंभिया, पारिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया ।