Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૬૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
સર્વ દશાઓમાં નિગ્રંથીની રક્ષા માટે નિગ્રંથ તેને ગ્રહણ કરી શકે અથવા અવલંબન આપી શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિમાં નિગ્રંથની સંયમ રક્ષાની જ નિષ્કામ ભાવના હોવાથી તેના વ્રતમાં કોઈ દોષ લાગતો નથી અને તેમાં ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થતું નથી.
સૂત્રકારે સ્થાન-૬, સૂત્ર-રમાં આ નવ અવસ્થામાંથી પ્રથમની છ અવસ્થાઓ સાધ્વીને ગ્રહણ કરવાના કે અવલંબન આપવાના કારણરૂપે દર્શાવી છે. આચાર્ય-ઉપાધ્યાયના અતિશય:६२ आयरिय-उवज्झायस्स णं गणंसि पंच अइसेसा पण्णत्ता, तं जहा
आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स पाए णिगिज्झिय-णिगिज्झिय पप्फोडेमाणे वा पमज्जेमाणे वा णाइक्कमइ । आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स उच्चारपासवणं विगिंचमाणे वा विसोहेमाणे वा णाइक्कमइ । आयरिय-उवज्झाए पभू इच्छा वेया- वडियं करेज्जा, इच्छा णो करेज्जा । आयरिय-उवज्झाए अंतो उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे णाइकम्मइ । आयरिय-उवज्झाए बाहिं उवस्सयस्स एगरायं वा दुरायं वा एगओ वसमाणे णाइक्कमइ । ભાવાર્થ :- ગણમાં આચાર્ય અને ઉપાધ્યાયના પાંચ અતિશય(વિશેષ અધિકાર) હોય છે, તે આ પ્રમાણે છે– (૧) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયમાં સાવધાનીપૂર્વક પગની ધૂળને ખંખેરે કે પોંજે તો આજ્ઞાનું અતિક્રમણ (ઉલ્લંઘન) કરતા નથી. (૨) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયમાં મળ-મૂત્રનો વ્યુત્સર્ગ અને વિશોધન કરે તો આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. (૩) આચાર્ય અને ઉપાધ્યાય સમર્થ હોવા છતાં પોતાની ઇચ્છાનુસાર અન્ય સાધુની વૈયાવચ્ચ કરે અથવા ન કરે તો પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. (૪) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ એકલા રહે તો પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. (૫) આચાર્ય અને ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર એક કે બે રાત્રિ એકલા રહે તો પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. વિવેચન :
જૈન શાસનમાં વ્યવસ્થાની દષ્ટિએ સાત પદ(પદવી)નો નિર્દેશ છે. તેમાં આચાર્ય અને ઉપાધ્યાય બે પદ અલગ કહ્યા છે. સૂત્રના અર્થની વાચના આપે તે આચાર્ય અને સૂત્રની વાચના આપે તે ઉપાધ્યાય કહેવાય છે. ક્યારેક બંને કાર્ય એક જ વ્યક્તિ સંપાદિત કરતી હોય છે.
પ્રસ્તુત સૂત્રમાં આચાર્ય-ઉપાધ્યાયના પાંચ અતિશેષ બતાવ્યા છે. ૩મલા :- વિશેષ વિધિ, આચાર્યાદિની વિશેષ વિધિને અતિશેષ કહે છે. સાધુઓ કરતા આચાર્ય