Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન-૮.
૨૨૫ |
६ जीवा णं अट्ठ कम्मपगडीओ उवचिणिंसु वा उवचिणंति वा उवचिणिस्संति वा, एवं चेव । एवं-चिण-उवचिण-बंध-उदीर-वेय तह णिज्जरा चेव । एए छ चउवीसा दंडगा भाणियव्वा । ભાવાર્થ - જીવોએ આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો, કરે છે અને કરશે વગેરે પૂર્વવત્ જાણવું. (૧) સંચય, (૨) ઉપચય, (૩) બંધ, (૪) ઉદીરણા, (૫) વેદન, (૬) નિર્જરણ કર્યું હતું, કરે છે, અને કરશે.
નારકીથી લઈ વૈમાનિક સુધીના ચોવીસ દંડકોના જીવોમાં આઠ કર્મ પ્રકૃતિઓના સંચયાદિ છ આલાપક(સૂત્રો)કહેવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આઠ કર્મ અને તેની ચયાદિ અવસ્થાઓનું ત્રણ કાળ આશ્રી નિરૂપણ છે. (૧) જ્ઞાનાવરણીયકર્મ-આત્માના જ્ઞાનગુણને આવરિત કરનાર કર્મ. (૨) દર્શનાવરણીયકર્મ-આત્માના દર્શનગુણને આવરિત કરનાર કર્મ. (૩) વેદનીયકર્મ- આત્માને સુખ–દુઃખ કે શાતા અશાતા પ્રાપ્ત કરાવનાર કર્મ. (૪) મોહનીયકર્મ– આત્માને મોહિત, ભ્રમિત, મત્ત કરનારું કર્મ. (૫) આયુષ્યકર્મઆત્માને મનુષ્યાદિ ભવમાં રોકી રાખતું કર્મ (૬) નામકમે- આત્માને મનુષ્યાદિ ગતિ, પંચેન્દ્રિયાદિ જાતિ, ઔદારિક શરીર આદિ પ્રાપ્ત કરાવતું કર્મ. (૭) ગોત્રકર્મ- આત્માને ઊંચ, નીચાદિરૂપે પ્રસિદ્ધ કરતું કર્મ. (૮) અંતરાયકર્મ- તપ, દાનાદિમાં આત્મશક્તિની ફોરવણીમાં વિઘ્ન ઊભું કરતું કર્મ.
| સામાન્યરૂપે જીવો અને વિશેષરૂપે ચોવીસ દંડકગત જીવો ત્રણે કાળમાં કર્મોનો ચયાદિ કરે છે. કારણ કે જીવ અને કર્મનો સંબંધ અનાદિકાલીન છે અને તે સિદ્ધ ન થાય ત્યાં સુધી રહેવાનો છે. કર્મોના ચય, ઉપચય આદિનું સ્પષ્ટીકરણ પાંચમા સ્થાનના ત્રીજા ઉદ્દેશકના સૂત્ર-૬૭ અનુસાર જાણવું. આલોચના : આલોચક અને તેના પરિણામ - |७ अट्ठहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा, णो पडिक्कमेज्जा, णो शिंदेज्जा, णो गरिहेज्जा, णो विउट्टेज्जा, णो विसोहेज्जा, णो अकरणयाए अब्भुटेज्जा, णो अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जेज्जा, तं जहा- करिंसु वाहं, करेमि वाहं, करिस्सामि वाह, अकित्ती वा मे सिया, अवण्णे वा मे सिया, अविणए वा मे सिया, कित्ती वा मे परिहाइस्सइ, जसे वा मे परिहाइस्सइ ।। ભાવાર્થ :- આઠ કારણથી (આઠ પ્રકારની વિચારણાથી) અસંયમાચરણ રૂપ દોષ સેવન કરનાર (માયાવી) દોષનું સેવન કરીને તેની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ, તે દોષોનો ત્યાગ, તેની વિશુદ્ધિ કરીને પુનઃ ન કરવા માટે કૃત પ્રતિજ્ઞ થતા નથી, યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરતા નથી. તે આઠ કારણો આ પ્રમાણે છે