Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
(૨) અનેકવાદી :– ધર્મ-ધર્મી, અવયવ-અવયવી આદિ સર્વથા ભિન્ન ભિન્ન છે. આ રીતે વસ્તુના સામાન્ય ધર્મનો નિષેધ કરી અનેક સ્વરૂપ વિશેષધર્મનો સ્વીકાર કરનાર વૈશેષિકો અનેકવાદી છે.
૨૩૮
(૩) મિતવાદી :– જીવની પરિમિત સંખ્યાને માનનાર અને આત્માને તંદુલપ્રમાણ, અંગુષ્ઠપ્રમાણ માનનાર ઉપનિષદનો મત મિતવાદી છે. તેમજ લોક સાત દ્વીપ અને સાત સમુદ્ર પ્રમાણ છે, તેમ માનનાર પૌરાણિકો મિતવાદી છે.
(૪) નિર્મિતવાદી :– આ સૃષ્ટિનું નિર્માણ ઈશ્વરકૃત છે. તે વિચારધારાને અનુસરનાર નૈયાયિક અને
વૈશેષિકો નિર્મિતવાદી છે.
(૫) સાતવાદી :– સુખથી જ સુખ પ્રાપ્ત થાય છે, માટે ખાઓ-પીઓ અને મોજ કરો, આ પ્રકારની વિચારધારાને અનુસરનાર સાતવાદી છે.
(૬) સમુચ્છેદવાદી :– પ્રત્યેક પદાર્થ ક્ષણિક છે, ઉત્ત્પત્તિની બીજી જ ક્ષણે તેનો સર્વથા ઉચ્છેદ થાય છે. તે પરંપરાને અનુસરનાર બૌદ્ધો સમુચ્છેદવાદી છે.
(૭) નિત્યવાદી :– પદાર્થ ફૂટસ્થ નિત્ય છે. કારણરૂપમાં પ્રત્યેક વસ્તુ વિધમાન કોઈ પણ નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી તેમજ કોઈ પદાર્થનો નાશ પણ થતો નથી. આ રીતે જગતની એકાંતે નિત્યતાને સ્વીકારનાર નિત્યવાદી છે.
(૮) અસત્પરલોકવાદી :– પરલોક કે મોક્ષને ન માનનાર ચાર્વાકો અસત્પરલોકવાદી છે.
શુભાશુભ સૂચક મહાનિમિત્ત :
૨૬ અદૃવિષે મહાનિમિત્તે પળત્તે, તે નહા- મોમે, ૩પ્પાÇ, સુવિળે, અંતલિન્ગ્વે, અને, સરે, વિશ્ર્વને, વંનને 1
ભાવાર્થ :- આઠ પ્રકારના શુભાશુભ-સૂચક મહાનિમિત્ત છે, તે આ પ્રમાણે છે—
(૧) ભૌમ– ભૂમિની સ્નિગ્ધતા, રુક્ષતા, ભૂકંપ આદિ દ્વારા તેનું શુભાશુભ ફળ જાણવું. (૨) ઉત્પાત– રુધિર વર્ષા આદિ દ્વારા તેનું શુભાશુભ ફળ જાણવું. (૩) સ્વપ્ન– સ્વપ્નો દ્વારા તેનું શુભાશુભ ફળ જાણવું. (૪) અંતરિક્ષ- આકાશગત વિવિધ વર્ણો દ્વારા તેનું શુભાશુભ ફળ જાણવું. (૫) અંગ– શરીરના અંગો જોઈને તેનું શુભાશુભ ફળ જાણવું. (૬) સ્વર– ષડ્જ વગેરે સ્વર દ્વારા તેનું શુભાશુભ ફળ જાણવું. (૭) લક્ષણ– સ્ત્રી, પુરુષોના શરીરગત ચક્ર આદિ લક્ષણો દ્વારા તેનું શુભાશુભ ફળ જાણવું. (૮) વ્યંજન, તલ, મસ આદિ દ્વારા તેનું શુભાશુભ ફળ જાણવું.
વિવેચન :
નિમિત્તશાસ્ત્ર :– અતીન્દ્રિય પદાર્થના જ્ઞાનમાં જે નિમિત્તભૂત થાય તેને નિમિત્ત કહે છે. તેનું પ્રતિપાદક જે શાસ્ત્ર તે નિમિત્તશાસ્ત્ર છે. તેના આઠ પ્રકાર ભાવાર્થથી સ્પષ્ટ છે.