Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન- ૭
૨૧૫ |
આરંભ કર્યો. આર્યવજ પાસે નવ પૂર્વ ભણી દશમાં પૂર્વનું અધ્યયન કરી રહ્યા હતા.
એકદા આચાર્ય દુર્બલિકા પુષ્યમિત્ર અર્થની વાચના આપી રહ્યા હતા. આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં કર્મનું વિવેચન ચાલતું હતું. તેમાં કથન હતું કે કર્મનો બંધ ત્રણ પ્રકારે થાય છે. (૧) સ્પષ્ટ– કેટલાક કર્મો જીવ પ્રદેશો સાથે માત્ર સ્પર્શ કરે છે અને સૂકી દિવાલ ઉપર લાગેલી ધૂળ જેવા હોવાથી જલદી ખરી જાય છે. (૨) બદ્ધ પૃષ્ટ- કેટલાક કર્મો જીવ પ્રદેશોનો સ્પર્શ કરી બંધાય છે. તે કાલાન્તરે ખરી જાય છે. જેમ ભીની દિવાલ ઉપર લાગેલી ધુળ થોડી ચોંટી જાય અને થોડી ખરી જાય. (૩) બદ્ધ સ્પષ્ટ નિકાચિતકેટલાક કર્મો જીવ પ્રદેશો સાથે ગાઢ રૂપે બંધાય છે અને દીર્ઘકાલ સુધી રહીને કર્મની સ્થિતિ પૂર્ણ થયા પછી જ ક્ષય થાય છે.
ઉક્ત વ્યાખ્યાન સાંભળી ગોષ્ઠામાહિલનું મન શંકિત થયું. તેણે કહ્યું કે કર્મને જીવની સાથે બદ્ધ માનવાથી મોક્ષનો અભાવ થશે. પછી કોઈ પણ જીવનો મોક્ષ થશે નહીં. તેથી આ સિદ્ધાંત બરાબર છે કે કર્મ જીવ સાથે સ્પષ્ટ જ થાય છે, બંધાતા નથી, કારણ કે કાલાન્તરમાં તે જીવ કર્મથી રહિત થાય છે. જે મુક્ત થાય, છૂટી જાય તે એકાત્મરૂપે બદ્ધ થઈ શકે નહીં.
તે પોતાની માન્યતાનો પ્રચાર કરવા લાગ્યો. “કર્મ આત્માનો સ્પર્શ જ કરે છે પરંતુ તેની સાથે લોલીભૂત થઈ એકીભાવે બંધાતા નથી.” અંત સુધી પોતાની માન્યતાને છોડી નહીં.
ઉક્ત સાત નિવામાં જમાલિ, રોહગુપ્ત તથા ગોષ્ઠામાહિલ આ ત્રણે પોતાના આગ્રહને છેવટ સુધી છોડ્યો નહીં અને પોતાના મતનો પ્રચાર કરતા રહ્યા.
- શેષ ચાર નિતવોએ પોતાનો આગ્રહ છોડી, ભગવાનના શાસનનો સ્વીકાર કર્યો. છે. સાત નિહવા - ક્રમ | પ્રવર્તક | નગરી
સમય
શાસનમાં સમ્મિલિત થયા
મત
જમાલી | શ્રાવસ્તી
વીર નિર્વાણ પૂર્વે ૧૬ વર્ષે
ર
1
તિષ્યગુપ્ત | ઋષભપુર
બહુરત- ઘણા સમય પછી અંતિમ સમયમાં
કાર્ય થાય છે જીવપ્રાદેશિક– વસ્તુનો અંતિમ અંશ જ વસ્તુ છે. શેષ અંશ અવસ્તુ છે અવ્યક્તવાદ– સર્વ
સંદેહશીલ છે.
વીર નિર્વાણ પૂર્વે ૧૪ વર્ષે
૩ | આષાઢાચાર્ય | શ્વેતાંબિકા
વીર નિર્વાણ પછી
૨૧૪ વર્ષે