Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૧૪
શ્રી ઠાણાગ સૂત્ર-૨
રોહગુપ્ત સાત વિદ્યાઓ શીખીને અને ગુરુના આશીર્વાદ લઈને રાજસભામાં ગયા અને બન્ને શાસ્ત્રાર્થ માટે ઉધત થયા. સહુપ્રથમ પરિવ્રાજકે જૈન દર્શન સંમત પોતાનો પૂર્વ પક્ષ સ્થાપિત કરતાં કહ્યું કે રાશિના બે પ્રકાર છે. યથા- જીવરાશિ અને અજીવરાશિ. રોહગુખે તરત જ તેનું ખંડન કરતા કહ્યું કે પરિવ્રાજકનું કથન મિથ્યા છે. કારણ કે રાશિના ત્રણ પ્રકાર છે. યથા- જીવરાશિ, અજીવરાશિ અને નો જીવ નો અજીવ રાશિ, વિશ્વમાં સ્પષ્ટરૂપે ત્રણ રાશિ જોવા મળે છે. મનુષ્ય, તિર્યંચ આદિ જીવ; ઘટ, પટ આદિ અજીવ અને ગરોળી વગેરેની કપાયેલી પૂંછ વગેરેનો ત્રીજા ભેદમાં સમાવેશ થાય છે. તેણે આ વાતની પુષ્ટી અનેક યુક્તિઓથી કરી. આ રીતે રોહગુણે જૈનદર્શન સંમત ત્રણ રાશિ ન હોવા છતાં પરિવ્રાજકને હરાવવા ત્રણ રાશિની સ્થાપના કરી અને પરિવ્રાજકને નિરુત્તર કર્યો.
પોતાની હાર થયેલી જાણી પરિવ્રાજકને ગુસ્સો આવ્યો. ક્રોધિત થયેલા પરિવ્રાજકે એક પછી એક વિધાઓનો પ્રયોગ ચાલુ કર્યો. રોહગુપ્ત સામે પ્રતિપક્ષી વિદ્યાઓથી તેને નિષ્ફળ કરતા ગયા. પરિવ્રાજક અંતિમ શસ્ત્રના રૂપમાં ગર્દભી વિદ્યાનો પ્રયોગ કર્યો. રોહગુમે મંત્રિત રજોહરણ ફેરવ્યો અને તેને પરાજિત કર્યો. ઉપસ્થિત સભાસદોએ પરિવ્રાજકને પરાજિત જાહેર કર્યો અને રોહગુપ્ત વિજયી થયા.
રોહગુપ્ત વિજય પ્રાપ્ત કરી આચાર્ય પાસે આવ્યા અને સંપૂર્ણ ઘટના કહી સંભળાવી. આચાર્યો કહ્યું– “વત્સ ! તેં અસત્ પ્રરૂપણા કેમ કરી? તે છેલ્લે કેમ સ્પષ્ટતા ન કરી કે રાશિ ત્રણ નથી. માત્ર પરિવ્રાજકને પરાસ્ત કરવા માટે જ મેં ત્રણ રાશિઓનું સમર્થન કર્યું છે.”
આચાર્યે ફરી કહ્યું– “હજુ સમય છે, જા અને સ્પષ્ટીકરણ કરી આવ.” રોહગુપ્ત પોતાનો પક્ષ છોડવા તૈયાર ન થયા. ત્યારે આચાર્યે રાજા પાસે જઈને કહ્યું રાજન્ ! મારા શિષ્ય રોહગુપ્ત જૈન સિદ્ધાંત વિપરીત તત્ત્વની સ્થાપના કરી છે. જિનમત અનુસાર બે રાશિ છે. ઘણું સમજાવવા છતાં રોહગુપ્ત પોતાની ભૂલનો સ્વીકાર કરતો નથી. માટે તેને રાજસભામાં બોલાવો, હું તેની સાથે ચર્ચા કરીશ. રાજાએ રોહગુપ્તને બોલાવ્યો છ મહિના વ્યતીત થઈ ગયા પણ રોહગુપ્ત ત્રીજી રાશિનો આગ્રહ છોડ્યો નહીં અંતે આચાર્યો કહ્યું – જો વાસ્તવમાં રાશિ ત્રણ હોય તો કુત્રિકાપણ'માંથી ત્રીજી રાશિ- નોજીવ નોઅજીવ મંગાવો.
રાજાને સાથે લઈને સર્વ લોકો “કૃત્રિકાપણમાં’ ગયા અને ત્રણે રાશિની માંગણી કરી. તેણે જીવ અને અજીવ બે વસ્તુ આપી પરંતુ નો જીવ નોઅજીવ’ નામની ત્રીજી વસ્તુ આ સંસારમાં નથી, તેમ કહ્યું ત્યારે રાજાને આચાર્યનું વચન સત્ય લાગ્યું અને રોહગુપ્તને હદ પારની સજા કરી. આચાર્યે તેને સંઘ બહાર મૂક્યો. ત્યારે તે અભિમાનપૂર્વક પોતાના મતની પ્રરૂપણા કરતો વિચરવા લાગ્યો. અંતે તેણે વૈશેષિક મતની સ્થાપના કરી. (૭) અબદ્ધિક નિવઃ- ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે દશપુર નગરમાં અબદ્ધિકમતનો પ્રારંભ થયો. તેના પ્રવર્તક ગોષ્ઠામાહિલ હતા.
કર્મ જીવ સાથે સ્પષ્ટ થાય છે. બદ્ધ થતાં નથી. તેવું માનનારને અદ્ધિક કહે છે. ગોષ્ઠામાહિલના અનુયાયી અબદ્ધિક નિલંવ છે.
ગોષ્ઠામાહિલે માતાના કહેવાથી જૈનાચાર્ય તોસલિપુત્ર પાસે જઈ પ્રવ્રજિત થઈ, દૃષ્ટિવાદ ભણવાનો