Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૨
શ્રી ઠાણાંગ સૂત્ર–૨
કાયલેશ તપના પ્રકાર :
४७ सत्तविहे कायकिलेसे पण्णत्ते, तं जहा- ठाणाइए, उक्कुडुयासणिए, હિમાદ્, વીરાસગિ, ખેસબ્મિ, દંડાયÇ, લજંકસારૂં ।
ભાવાર્થ :- કાયકલેશ તપના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સ્થાનાયતિક– ઊભા રહેવું (૨) ઉકડુઆસને બેસવું (૩) પ્રતિમા સ્થાયી– સમય મર્યાદા નિશ્ચિત કરી કાયોત્સર્ગ કરવો, (૪) વીરાસને બેસવું (૫) નૈષધિક— પલાંઠીવાળી બેસવું (૬) દંડાયતિક- દંડાની સમાન સીધા ચત્તા સૂઈ અવસ્થિત રહેવું (૭) વાંકી-ચૂકી લાકડીની જેમ શયન કરવાને લગંડશાયી આસન કહે છે.
વિવેચન --
પ્રસ્તુત સૂત્રમાં કાયક્લેશ તપના સાત પ્રકારનું કથન છે.
કાયક્લેશ તપ :– શરીર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવા માટે, દેહ મૂર્છા ભાવ દૂર કરવા માટે વિશેષ પ્રક્રિયાપૂર્વક શરીરને કષ્ટ આપવું અને ઉપસર્ગ-પરીષહાદિને સહન કરવાના સામર્થ્યને વધારવા માટે શારીરિક કષ્ટ સહન કરવું, તેને કાયક્લેશ તપ કહે છે, તે બાહ્ય તપમાં પાંચમા પ્રકારનું તપ છે.
અહીં કાયક્લેશ તપમાં સાત પ્રકારના આસનનું નિરૂપણ છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં વિવિધ પ્રકારના આસન અને તે ઉપરાંત આતાપના, શરીરસંસ્કાર અથવા વિભૂષાનો ત્યાગ આદિને પણ કાયકલેશ તપ કહ્યો છે.
સ્થાન-પ, ઉઠે.-૧, સૂત્ર-૩૨, ૩૩માં કાયક્લેશ તપના વિવિધ આસનાદિ ૧૦ પ્રકારનું કથન છે. આ સાતમા સ્થાનમાં તેમાંથી સાત પ્રકારનું કથન છે. તથા સ્થાન-૫, ઉદ્દે.-૧, સૂત્ર-૪૦માં પાંચ પ્રકારની નિષદ્યાનું કથન છે. અહીં કાયક્લેશ તપમાં નિષધા નામના એક આસનનો સમાવેશ કર્યો છે.
જંબુદ્વીપના ક્ષેત્ર : પર્વતઃ નદી :
૪૮ નંબુદ્દીને ફરીને સત્ત વાસા પળત્તા, તં નહા- મરહે, વણ, હેમવ, હેરળવ, હરવાસે, રમાવાશે, મહવિવેદે ।
ભાવાર્થ :- જંબુદ્રીપ નામક દ્વીપમાં સાત વર્ષ(ક્ષેત્ર) છે, તે આ પ્રમાણે છે– (૧) ભરત (૨) ઐરવત (૩) હેમવત (૪) હેરણ્યવત (૫) હરિવાસ (૬) રમ્યાસ (૭) મહાવિદેહ.
४९ जंबुद्दीवे दीवे सत्त वासहरपव्वया पण्णत्ता, तं जहा - चुल्लहिमवंते, મહાહિમવંતે, પિસઢે, બીલવંતે, હપ્પી, સિહરી, મંરે ।
ભાવાર્થ :
• જંબુદ્રીપ નામના દ્વીપમાં સાત વર્ષધર પર્વત છે, તે આ પ્રમાણે છે– (૧) ચુલ્લહિમવંત (૨)