Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન- ૭
[ ૧૯૯]
दुहओवंका, एगओखहा, दुहओखहा, चक्कवाला, अद्धचक्कवाला । ભાવાર્થ :- શ્રેણી (આકાશ પ્રદેશની પંક્તિઓ) સાત છે, તે આ પ્રમાણે- (૧) ઋજુ આયતા– સીધી અને લાંબી શ્રેણી (૨) એકતો વક્રા- એક દિશામાં વક્ર શ્રેણી (૩) દ્વિતો વક્રા– બે દિશામાં વક્ર શ્રેણી (૪) એકતઃ ખહા– એક દિશામાં અંકુશની જેમ વળેલી શ્રેણી. જેની એક બાજુ (છેડે) ત્રસનાડીનું આકાશ હોય (૫) દ્વિતઃ ખહા- બંન્ને દિશાઓમાં અંકુશની જેમ વળેલી શ્રેણી. તેની બંન્ને બાજુ ત્રસનાડીની બહારનું આકાશ હોય (૬) ચક્રવાલા- ચક્રની જેમ વલયાકાર શ્રેણી (૭) અર્ધ ચક્રવાલા- અર્ધ ચંદ્રની જેમ અર્ધવલયાકાર શ્રેણી.
વિવેચન :
સદીઓ = શ્રેણીઓ. જીવ અને પુદ્ગલનું સ્વાભાવિક ગમન આકાશ પ્રદેશની પંક્તિ અનુસાર થાય છે. જીવ અને પુદ્ગલની ગતિના માધ્યમરૂપ આ આકાશપ્રદેશની પંક્તિઓને શ્રેણિ કહે છે. તે શ્રેણીઓ તાણા-વાણાની જેમ આખા લોકમાં વ્યાપ્ત છે. જીવ પુદ્ગલની આ સ્વાભાવિક ગતિ અને પરપ્રેરિતગતિના આધારે પ્રસ્તુતમાં સાતશ્રેણી નિર્દિષ્ટ છે. (૧) ૩qમા યતા- ઋજુઆયતા. જીવ અને પુદ્ગલ ઊર્ધ્વલોકથી અધોલોક, અધોલોકથી ઊર્ધ્વલોકમાં, પૂર્વથી પશ્ચિમ આદિ દિશામાં ગમન કરતાં એક પણ વળાંક ન લેતાં સમરેખામાં ગતિ કરે તે માર્ગને ઋજુઆયતા શ્રેણિ કહે છે.
વંજ- એકતોવક્રા. આકાશપ્રદેશની શ્રેણીઓ તાણા-વાણાની જેમ આડી અને ઊભી સીધી-જુ જ હોય છે. તેમાં વળાંક હોતા નથી. આ માર્ગે ગમન કરતાં જીવ અને પુદ્ગલ વળાંક લે તે અપેક્ષાએ શ્રેણીને વક્ર કહેવામાં આવે છે. એક વળાંકવાળી શ્રેણી એટલે જીવ અને પુદ્ગલની એક વળાંકવાળી ગતિનો માર્ગ. જીવ અને પુદ્ગલ એક શ્રેણી પર ઋજુગતિએ ગમન કરતા જ્યારે બીજી શ્રેણી પર જાય ત્યારે તેને વળાંક લેવો પડે છે અને તે માર્ગને એકતોવક્રા શ્રેણી કહે છે. જેમ કે કોઈ જીવ કે પુદ્ગલને અધોસ્થાનના પૂર્વભાગમાંથી ઊર્ધ્વ સ્થાનના પશ્ચિમભાગમાં જવાનું હોય ત્યારે તે પ્રથમ ઊર્ધ્વ સ્થાનની પૂર્વદિશામાં જુગતિથી પહોંચે અને ત્યાંથી વળાંક લઈ પશ્ચિમ દિશામાં જાય. (૩) વા - દ્વિતોવક્રા. જીવ અને પુગલ બે વળાંક લઈ ગતિ કરે તે માર્ગને દ્વિતોવક્રા શ્રેણી કહે છે. જેમ કે કોઈ જીવ કે પુદ્ગલ ઊર્ધ્વસ્થાનના અગ્નિકોણમાંથી અધોસ્થાનના વાયવ્યકોણમાં જાય ત્યારે તે પ્રથમ સમયે અગ્નિકોણથી તિરછી ગતિ કરી નૈઋત્ય તરફ જાય છે. ત્યાં વળાંક લઈ બીજા સમયે વાયવ્ય તરફ જાય અને ત્યાં વળાંક લઈ ત્રીજા સમયે અધોસ્થાનના વાયવ્યકોણમાં પહોંચે છે. બે વળાંકવાળી ગતિમાં ત્રણ સમય વ્યતીત થાય છે. આ શ્રેણી ત્રસનાડી, સ્થાવરનાડી બંનેમાં હોય છે. (૪) ગોહ- એકતઃખહી. જેની એકબાજુ ત્રસનાડીનું આકાશ અને એક બાજુ અંકુશની જેમ વળાંકવાળી ગતિ-ગમન માર્ગ હોય. જેમ કે કોઈ સ્થાવર જીવ કે પુદ્ગલ ત્રસનાડીની ડાબી બાજુથી