Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૯૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
ભાવાર્થ :- છદ્મસ્થ જીવ સાત પદાર્થોને સંપૂર્ણપણે જાણતા નથી અને જોતા નથી, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર રહિત જીવ (૫) પરમાણુ પુદ્ગલ (૬) શબ્દ (૭) ગંધ.
પરંતુ સંપૂર્ણ જ્ઞાન અને દર્શનના ધારક એવા અહત જિન, કેવલી, આ પદાર્થોને સંપૂર્ણ રૂપે જાણે છે અને જુએ છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) શરીર મુક્ત જીવ (૫) પરમાણુ પુદ્ગલ (૬) શબ્દ (૭) ગન્ધ.
વિવેચન :
સ્થાન-૫, ઉદ્-૩, સૂત્ર-૨૭માં કેવળી અને છદ્મસ્થના વિષયભૂત અને અવિષયભૂત પાંચ સ્થાનનું કથન છે. સ્થાન-૬, સૂત્ર-૯માં શબ્દ સહિત છ સ્થાનનું કથન છે. અહીં શબ્દ અને ગંધ સહિત સાત સ્થાનનું નિરૂપણ છે. છદ્મસ્થો શબ્દ અને ગંધને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકે છે પરંતુ તેના પુલો અત્યંત સૂક્ષ્મ હોવાથી તેને જાણી શકતા નથી.
શેષ સંપૂર્ણ વિવરણ પાંચમાં સ્થાન પ્રમાણે જાણવું. પ્રભુ મહાવીરની ઊંચાઈ:|७७ समणे भगवं महावीरे वइरोसभणारायसंघयणे समचउरंस-संठिए सत्त रयणीओ उड्ढे उच्चत्तेणं होत्था । ભાવાર્થ :- વજઋષભનારાચ સંહનન અને સમચતુરસ સંસ્થાનવાળા શ્રમણ ભગવાન મહાવીરના શરીરની ઊંચાઈ સાત હાથ પ્રમાણ હતી.
વિકથા :|७८ सत्त विकहाओ पण्णत्ताओ, तं जहा- इथिकहा, भत्तकहा, देसकहा, रायकहा, मिउकालुणिया, दंसणभेयणी, चरित्तभेयणी । ભાવાર્થ - વિકથાના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે
૧) સ્ત્રીકથા- વિભિન્ન દેશની સ્ત્રીઓની કથા, વાર્તાલાપ. તેમજ પ્રતિપક્ષમાં પુરુષોની કથા પણ સમજવી. (૨) ભક્તકથા- વિભિન્ન દેશોના ભોજન-પાન સંબંધી વાર્તાલાપ. (૩) દેશકથા- વિભિન્ન દેશોની રહેણી-કરણી આદિ સંબંધી વાર્તાલાપ. (૪) રાજ્યકથા- વિભિન્ન રાજ્યના વિધિ-વિધાન આદિ સંબંધિત વાર્તાલાપ. (૫) મુક્કારુણિકી– ઇષ્ટવિયોગ પ્રદર્શક કરુણરસ પ્રધાન કથા. (૬) દર્શનભેદીનીસમ્યગ્દર્શનનો વિનાશ કરે તેવી કથા. (૭) ચારિત્રભેદિની – સમ્યફચારિત્રનો વિનાશ કરે તેવી કથા.