Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન
૧૨૩
અને અધો ત્રણ દિશાનું કથન કરી, તે ત્રણ દિશામાં જીવની ગતિ-આગતિ વગેરેનું કથન કર્યું છે. આ છઠ્ઠ સ્થાન હોવાથી અહીં પૂર્વાદિ ચાર અને ઊર્ધ્વ, અધો તેમ છ દિશાનું કથન છે.
સૂત્રમાં વિદિશાનું ગ્રહણ નથી. તેના અનેક કારણ સમજી શકાય છે– (૧) વિદિશા દિશા નથી. (૨) વિદિશા એક પ્રદેશ છે અને જીવનો સ્વભાવ અસંખ્યાત પ્રદેશી શ્રેણી પર અવગાહના કરવાનો છે. (૩) જીવોની ગતિ વગેરે સર્વ પ્રવૃત્તિ વિદિશામાં થતી નથી પરંતુ છ દિશામાં જ થાય છે (૪) આ છઠ્ઠું સ્થાન હોવાથી અહીં છ દિશાનું જ ગ્રહણ કર્યું છે.
૧૬ = ગતિ. વિવક્ષિત ભવમાંથી અન્ય ભવ માટે જીવનું ગમન. મારું = આગતિ. અન્ય ભવમાંથી વિવક્ષિત ભવ માટે જીવનું આગમન. વતિ = અવક્રાંતિ. ઉત્પત્તિ સ્થાનમાં જીવનું ઉત્પન્ન થવું. માદારે = આહાર. શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ, વુલ્ફા = શરીરના પુગલોમાં વૃદ્ધિ થવી. fપવા = વાત, પિત્ત આદિ દ્વારા શરીર પુદ્ગલોમાં હાસ(હાનિ) થવો.વિગુણ = શરીરને ભિન્ન-ભિન્ન રૂપે પરિણાવવું. અપરિયા = ગતિ પર્યાય. ગમન કરવું, અહીં ગતિ પર્યાયથી શરીરધારી જીવનું ગમનાગમન ગ્રહણ કર્યું છે. સમુથાર = સમુઘાત. વેદનાદિના કારણે આત્મપ્રદેશોનું મૂળ શરીરને છોડ્યા વિના બહાર નીકળવું. આત્મપ્રદેશોને શરીરથી બહાર ફેલાવી કર્મોનો ઘાત કરવો. વાતનો = કાળસંયોગ. કાલાનુસાર જુદી-જુદી અવસ્થાઓ પ્રાપ્ત થવી.વંસળrfમાને = દર્શનાભિગમ. ચક્ષુદર્શન આદિ દર્શન દ્વારા વસ્તુનો સામાન્ય બોધ થવો. નામિકાને = જ્ઞાનાભિગમ. મત્યાદિ જ્ઞાન દ્વારા વસ્તુનો વિશેષ બોધ થવો. શીવાબાને = ગુણપ્રત્યયિક અવધિ વગેરે જ્ઞાન દ્વારા જીવનો બોધ થવો. અળવાનને = ગુણપ્રત્યયિક અવધિ વગેરે જ્ઞાન દ્વારા અજીવનો-પુદ્ગલાદિ દ્રવ્યોનો બોધ થવો.
૨૪ દંડકના જીવોમાંથી મનુષ્ય અને તિર્યંચ પંચંદ્રિયના આ સર્વ કાર્ય છ દિશામાં થાય છે. તે સિવાયના બાવીસ દંડકના જીવોના ગતિ વગેરે સર્વ કાર્ય છ દિશામાં થતા નથી. જેમ નારકી દેવરૂપે અને દેવ નારકી રૂપે ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી ઊર્ધ્વ-અધોદિશામાં તેની ગતિ અને આગતિનો અભાવ થાય છે. લોકાંતે સ્થિત પથ્વી આદિ જીવો છ દિશામાંથી આહાર ગ્રહણ કરતા નથી. બેઇદ્રિય વગેરે દંડકમાં જીવાભિગમ વગેરે થતો નથી. આ રીતે ઉપરોક્ત સર્વ કાર્ય શેષ દંડકના જીવોને થતાં ન હોવાથી સૂત્રકારે બાવીસ દંડકનું અહીં કથન કર્યું નથી. અહીં મનુષ્ય-તિર્યંચ પંચેંદ્રિયની અપેક્ષાએ જીવાભિગમઅજીવાભિગમમાં ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન સમજવું. તે જ છ દિશામાં સંભવે છે. ભવપ્રત્યયિક અવધિજ્ઞાનીમાં નારકી, જ્યોતિષ્ક દેવો તિર્યમ્ અવધિજ્ઞાનવાળા હોય છે; ભવનપતિ, વ્યંતર ઊર્ધ્વ અવધિવાળા હોય છે; વૈમાનિક અધો અવધિવાન હોય છે.
આહાર કરવા, ન કરવાના કારણો :|३८ छहिं ठाणेहिं समणे णिग्गंथे आहारमाहारेमाणे णाइक्कमइ, तं जहा
वेयण वेयावच्चे, ईरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए, छटुं पुण धम्मचिंताए ॥ १ ॥