Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧દર |
શ્રી ઠાણાગ સૂત્ર-૨
થયેલા વિર્ભાગજ્ઞાનથી દેવોને બાહ્ય-આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના વિક્રિયા કરતા જુએ છે. તે દેવો પુલોનો સ્પર્શ કરી, સ્પંદિત કરી, સ્ફરિત કરી ક્યારેક એક રૂપવાળી, ક્યારેક અનેક રૂપવાળી વિક્રિયા કરે છે. તે સમયે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે મને સાતિશય જ્ઞાનદર્શન પ્રાપ્ત થયું છે. જીવ રૂપી જ છે, તેવું હું જોઈ રહ્યો છું કેટલાક શ્રમણ-માહણ કહે છે કે જીવ અરૂપી છે. તેઓ મિથ્યા કહે છે. આ છઠ્ઠ વિર્ભાગજ્ઞાન છે. સાતમું વિભંગશાનઃ- જ્યારે તથારૂપના શ્રમણ-માહણને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તે ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનથી સૂક્ષ્મ = મંદ વાયુના સ્પર્શથી પુદ્ગલ રાશિને કંપિત થતી, વિશેષરૂપે કંપિત થતી, ચલિત થતી, સુબ્ધ થતી, સ્પંદિત થતી, બીજા પદાર્થોનો સ્પર્શ કરતી, બીજા પદાર્થોને પ્રેરિત કરતી, વિવિધ પર્યાયમાં પરિણત થતી જુએ છે. તે જોઈને તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે મને અતિશય યુક્ત જ્ઞાન, દર્શન પ્રાપ્ત થયું છે. હું જોઈ રહ્યો છું કે આ પદાર્થોમાં કંપનાદિ જીવના ધર્મો હોવાથી સર્વ પુદ્ગલો જીવ રૂપ જ છે. કેટલાક શ્રમણ-માહણ કહે છે કે(લોકમાં કે પદાર્થોમાં) જીવ પણ છે અને અજીવ પણ છે. તેઓ મિથ્યા કહે છે. તે વિભંગજ્ઞાનીને પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, આ ચાર જીવનકાયોનું સમ્યગુજ્ઞાન નથી. અચલનાદિ અવસ્થાવાળા પૃથ્વી આદિને તે જીવરૂપે સ્વીકારતા નથી. તે ચલનાદિ ધર્મવાળા ત્રસ જીવને તથા ખીલવું, કરમાઈ જવું ઇત્યાદિ ધર્મવાળી વનસ્પતિને જ જીવરૂપે સ્વીકારે છે. આ ચાર જીવનિકાયોને જીવરૂપ ન માની, તેના ઉપર મિથ્યા દંડનો હિંસા પ્રયોગ કરે છે. આ સાતમું વિર્ભાગજ્ઞાન છે.
વિવેચન :
વિમળ = મિથ્યાદષ્ટિ જીવને ઇન્દ્રિય અને મનની સહાયતા વિના રૂપી પદાર્થનું જે જ્ઞાન થાય છે તેને વિર્ભાગજ્ઞાન કહે છે. વિર્ભાગજ્ઞાન ચારે ગતિના પંચેન્દ્રિય જીવોને સંભવે છે.
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ ગતિના જીવોને થતાં વિર્ભાગજ્ઞાનની ચર્ચા નથી. પરંતુ શ્રમણ-માહણને બાલ તપ આદિથી ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાનનું વર્ણન છે.
સમ્યગુદષ્ટિને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે પ્રારંભિક ક્ષણોમાં તે વિસ્મિત અવશ્ય થાય છે પણ ભ્રમિત થતા નથી. છ દ્રવ્ય, નવ તત્ત્વ આદિના જ્ઞાન અને જિનવાણી પ્રત્યેની શ્રદ્ધાથી તે સમજે છે કે મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તે મારા ક્ષયોપશમ અનુસાર મર્યાદિત જ્ઞાન થયું છે. હું સીમિત ક્ષેત્રવર્તી પદાર્થને જાણું છું. લોક અને તેમાં રહેનારા પદાર્થ અસીમ છે. તે સર્વને તે જિન પ્રરૂપિત આગમ અનુસાર જ જાણે છે.
મિથ્યાદષ્ટિ જીવને બાલતપ, સંયમ સાધના આદિ દ્વારા વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. વિર્ભાગજ્ઞાન દ્વારા તેને જે જે જણાય છે તે જોઈને તે વિસ્મિત થાય છે અને શ્રદ્ધાના અભાવમાં તે બ્રાંત બની જાય છે, તે શ્રુતજ્ઞાનથી વિચલિત થઈ જાય છે. તે માનવા લાગે છે કે મને જે જ્ઞાન થયું છે, તેવું અને તેટલું જ આ જગત છે. તેનાથી વિપરીત અન્ય લોકો જે કહે છે, તે મિથ્યા છે. તેવા વિભંગજ્ઞાની બાલ શ્રમણાદિની સાત પ્રકારની માન્યતા પ્રસ્તુત સૂત્રમાં દર્શાવી છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે.