Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન
૧૫૧ ]
गतिणाम णिहत्ताउए, ठिइणाम णिहत्ताउए, ओगाहणा-णाम-णिहत्ताउए, पए सणाम णिहत्ताउए, अणुभागणाम णिहत्ताउए । एवं जाव वेमाणियाणं ।। ભાવાર્થ:- નારકી જીવોનો આયુષ્ય બંધ છ પ્રકારે થાય છે, તે આ પ્રમાણે છે- (૧) જાતિનામનિધત્તાયુ (૨) ગતિનામનિધત્તાયુ (૩) સ્થિતિનામનિધત્તાયુ (૪) અવગાહનાનામનિધત્તાયુ (૫) પ્રદેશનામનિધત્તાયુ (૬) અનુભાગનામનિધત્તાયુ. તે જ રીતે વૈમાનિક સુધીના સર્વદંડકોના જીવોમાં આયુષ્ય કર્મબંધ છ પ્રકારના જાણવા.
વિવેચન :
ચારે ગતિના જીવો પોત-પોતાના ભવમાં આગામી ભવનું આયુષ્ય બાંધે છે. તે આયુષ્યનો બંધ તે ભવના જીવન દરમ્યાન એક જ વાર થાય છે. જ્યારે આગામી ભવના આયુષ્યનો બંધ થાય ત્યારે તે આગામી ભવને અનુરૂપ ગતિ વગેરે છ બોલનો બંધ થાય છે. નિધત્તાયુ નિષિક્તાયુ - એક સાથે જેટલા કર્મ પુદ્ગલો જે રૂપે ભોગવાય તે કર્મોની તે રૂપમાં રચના થવાને નિષેક કહે છે. નિષેશ્વ” પુનાના પ્રતિસમયાનુમવનરવનેતિ – સ્થાનાંગવૃત્તિ. પ્રતિ સમયે અનુભવવા યોગ્ય પુલોની રચનાને નિષેક કહે છે. અબાધાકાળને છોડી પ્રથમ સ્થિતિમાં પ્રત્યેક કર્મના ઘણા કર્મદલિકો ભોગવાય છે અને પછીની સ્થિતિઓમાં હીન, વિશેષ હીન કર્મદલિકો ભોગવાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પર્યત સર્વ કર્મો આ ક્રમથી જ ભોગવાય છે. નિષેકરૂપે કર્મબંધ થાય તેને નિધત અને આયુષ્યના બંધ સમયે ગતિ, જાતિ વગેરે છ બોલ સાથે આયુષ્ય નિધિત-નિષિકત થાય તેને નિધતાયુ કહે છે.
આગામી ભવના આયુષ્ય બંધ સાથે એકેન્દ્રિય વગેરે પાંચ જાતિમાંથી ભવાયુને અનુરૂપ એક જાતિ, નરકાદિ ચાર ગતિમાંથી તે ભવાયુને અનુરૂપ એક ગતિ, અમુક સમયની સ્થિતિ-કાળમર્યાદા, અવગાહના- દારિક કે વૈક્રિય શરીરમાંથી કોઈ એક શરીરની અવગાહના પ્રદેશ–આયુષ્ય- જાત્યાદિ કર્મોનો પ્રદેશ સંચય અન ભાગ-વિપાક શક્તિ, આયુષ્ય સાથે આ છ બોલનો બંધ થાય છે. અર્થાત્ સત્તામાં રહેલી પ્રકૃતિઓમાંથી ત~ાયોગ્ય આ છ પ્રકૃતિઓનું જોડાણ આયુષ્ય બંધ સાથે થાય છે.
સૂત્રગત ગતિનામ, જાતિનામ, અવગાહનાનામમાં પ્રકૃતિબંધનું ગ્રહણ છે અને સ્થિતિનામ, પ્રદેશનામ, અનુભાગનામમાં તે ગતિઆદિના સ્થિતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગ બંધનું ગ્રહણ કર્યું છે. આ સ્થિતિબંધ આદિ ત્રણે ય બંધ ગતિ, જાતિ વગેરે નામ કર્મની પ્રકૃતિઓથી સંબંધિત હોવાથી, તેને સ્થિતિનામ આદિ રૂપે કહ્યા છે.
પરભવના આયુબંધનો સમય:११० णेरइया णियमा छम्मासावसेसाउया परभवियाउयं पगरेति । एवं असुरकुमारा वि जाव थणियकुमारा ।