Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન
[૧૦૭ |
યથાર્થવાદી જ યથાર્થનું પ્રતિપાદન કરી શકે છે. યથાર્થ ભાષીના વચન જ લોકમાં આદેય બને છે અને તે જ લોકોમાં વિશ્વસનીય સ્થાન મેળવી શકે છે.
પ્રતિજ્ઞા પાલનમાં સમર્થ અને દઢ મનોબલી ગણધારક જ પોતાની નેશ્રામાં રહેલા સાધુઓને નિયમોના પાલનમાં દઢ બનાવી શકે છે.
(૨) મેદાવ :- મેધાવીના ત્રણ અર્થ છે. (૧) મર્યાદ્રિય ધાવતીચેવશીમિત | ગચ્છની મર્યાદામાં રહેવું, તે જેનો સ્વભાવ છે તે. સ્વયં મર્યાદાવાન હોય તે જ શિષ્ય સમુદાયને મર્યાદાનું પાલન કરાવી શકે. (૨) મેથા શુતા વિતસ્તા શ્રુત ગ્રહણ શક્તિથી સંપન્ન વ્યક્તિ શીવ્રતાએ શ્રુત ગ્રહણ કરી, શિષ્યોને કૃતનો અભ્યાસ કરાવી શકે છે. (૩) બુદ્ધિમાન. ચારે પ્રકારની બુદ્ધિના ધારક હોય તે ઉપસ્થિત પરિસ્થિતિઓનો ઉકેલ શોધી શકે છે.
(૪) હા - બહુશ્રુત, વિશાળ પ્રમાણમાં સુત્ર અને અર્થના જાણકાર. છેદ સુત્રોના અર્થ અને પરમાર્થને ધારણ કરનાર પણ બહુશ્રુત કહેવાય છે. બહુશ્રુત ગણધારક જ નેશ્રા પ્રાપ્ત શ્રમણોને જ્ઞાનાદિ પ્રાપ્ત કરાવી શકે છે અને યથાર્થ પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરાવી શકે છે.
() સત્તY :- શક્તિમાન. શારીરિક શક્તિથી સંપન્ન. સ્વસ્થ શરીર અને દઢ સંહનનવાળા હોય તે વિવિધ કાર્યો કરવામાં સમર્થ બને છે.
(૬) અખાધા૨ણે - કલહ અને કલેશ રહિત. અધિકરણ એટલે કલહ. કલહ, કલેશના કારણે શાસન અને ધર્મની હીલના થાય છે. સંઘાડાના પ્રમુખ, ગણધારક સાધુ શાંત, પ્રશાંત સ્વભાવી હોવા જોઈએ.
આ છ ગુણના ધારક શ્રમણ સંઘાડાના મુખી બનીને વિચરણ કરી શકે છે.
પુરસગી- પુરુષજાત. આ સૂત્રમાં આ શબ્દ જાતિવાચક છે. તેથી આ શબ્દ દ્વારા શ્રમણ અને શ્રમણી બંનેનું ગ્રહણ થાય છે.
સાધુ દ્વારા સાધ્વીને સહારો આપવાના કારણો -
२ छहिं ठाणेहिं णिग्गंथे णिग्गंथिं गिण्हमाणे वा अवलंबमाणे वा णाइक्कमइ, तं जहा- खित्तचित्तं, दित्तचित्तं, जक्खाइटुं, उम्मायपत्तं, उवसग्गपत्तं, साहिगरणं । ભાવાર્થ :- છ કારણે નિગ્રંથ-નિગ્રંથીને પકડી રાખે અથવા અવલંબન આપે તો પણ તે ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. તે આ પ્રમાણે છે
નિર્ચથી (૧) વિક્ષિપ્ત ચિત્ત હોય (ર) દિત ચિત્ત હોય (૩) યક્ષાવિષ્ટ હોય (૪) ઉન્માદ થયો હોય (૫) ઉપસર્ગ આવ્યો હોય (૬) કલહને પ્રાપ્ત થઈ હોય.