Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સ્થાન -૫ઃ ઉદ્દેશક- ૧
[ ૧૭ ]
करेमाणे, अगिलाए गिलाणवेयावच्चं करेमाणे । ભાવાર્થ - પાંચ સ્થાન દ્વારા શ્રમણ નિગ્રંથો મહાનિર્જરા અને સંસારનો અંત કરે છે, તે આ પ્રમાણે છે(૧) અગ્લાનભાવે–ખેદ રહિત, ઉત્સાહ સહિત આચાર્યની વૈયાવચ્ચ કરવી (૨) અગ્લાનભાવે ઉપાધ્યાયની વૈિયાવચ્ચ કરવી (૩) અગ્લાનભાવે સ્થવિરની વૈયાવચ્ચ કરવી (૪) અગ્લાનભાવે તપસ્વીની વૈયાવચ્ચ કરવી (૫) અગ્લાનભાવે રોગી મુનિની વૈયાવચ્ચ કરવી. | ३५ पंचहिं ठाणेहिं समणे णिग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवइ, तं जहा- अगिलाए सेहवेयावच्चं करेमाणे, अगिलाए कुलवेयावच्चं करेमाणे, अगिलाए गणवेयावच्चं करेमाणे, अगिलाए संघवेयावच्चं करेमाणे, अगिलाए साहम्मिय- वेयावच्चं करेमाणे । ભાવાર્થ:- પાંચ સ્થાન દ્વારા શ્રમણ નિગ્રંથ મહાનિર્જરા અને સંસારનો અંત કરે છે, તે આ પ્રમાણે છે(૧) અગ્લાન ભાવે નવદીક્ષિત મુનિની વૈયાવચ્ચ કરવી (૨) અગ્લાન ભાવે કુલની (એક ગુરુના સમુદાયવર્તી સાધુઓની) વૈયાવચ્ચ કરવી (૩) અગ્લાન ભાવે ગણની (અનેક કુલ સમૂહની) વૈયાવચ્ચ કરવી (૪) અગ્લાન ભાવે સંઘની (અનેક ગણ સમૂહની) વૈયાવચ્ચ કરવી (૫) અગ્લાન ભાવે સાધર્મિકની (સમાન સમાચારીવાળા શ્રમણોની) વૈયાવચ્ચ કરવી.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં દશ પ્રકારની વૈયાવચ્ચ અને તેના ફળનું કથન છે. સ્થાન-૧૦, સૂત્ર-૧૭ માં માત્ર વૈયાવચ્ચના દસ પ્રકારનું કથન છે. વેવન્થ - ગુરુ કે આચાર્ય આદિના સેવા કાર્યમાં પ્રવૃત્ત થવું, તેને વૈયાવચ્ચ કહે છે.
આચાર્ય, ઉપાધ્યાય આદિ પરીષહથી ઘેરાઈ જાય, રોગથી ગ્લાનાવસ્થાને પ્રાપ્ત થાય, મિથ્યાત્વાદિથી ગ્રસ્ત બની જાય; આવી કોઈપણ પરિસ્થિતિમાં આચાર્યાદિને આહાર, પાણી આદિ લાવીને આપવા, વગેરે પ્રવૃત્તિ નિષ્કામભાવે, અગ્લાન અને અખિન્ન ભાવે, પ્રસન્ન ચિત્તથી કરવી, તેને વૈયાવચ્ચ કહે છે. વ્યક્તિ ભેદ અને સમૂહ ભેદથી વૈયાવચ્ચના દસ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. સંઘ વૈયાવૃત્ય અને સાધર્મિક વૈયાવૃત્યમાં બધા ભેદ સમાવિષ્ટ થઈ જાય પરંતુ વિશેષ સ્પષ્ટતા માટે સૂત્રકારે દસ ભેદનો ઉલ્લેખ કર્યો છે, વાસ્તવમાં તે ધર્મ અને સંઘના જ અંગ છે.
રિાતા -બહુમાન પૂર્વક, ખેદ કે ખિન્નતા વિના. વૈયાવચ્ચન ફળ:- અગ્લાન ભાવથી વૈયાવૃત્ય કરનાર સાધક કર્મોનો ક્ષય કરે છે. આત્મત્તિક પર્યવસાન (સંપૂર્ણ કર્મનો ક્ષય) કરી, મોક્ષને પ્રાપ્ત કરે છે.