Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૮]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
તે આ પ્રમાણે છે– (૧) હસ્તોત્તરા નક્ષત્રમાં સ્વર્ગથી ચ્યવીને(નીકળીને) ગર્ભમાં આવ્યા. (૨) હસ્તોત્તરા નક્ષત્રમાં દેવાનંદાના ગર્ભથી ત્રિશલાના ગર્ભમાં સંહરણ થયું. (૩) હસ્તોત્તરા નક્ષત્રમાં જન્મ થયો. (૪) હસ્તોત્તરા નક્ષત્રમાં ગૃહવાસનો ત્યાગ કરી અણગારિતામાં પ્રવ્રજિત થયા. (૫) હસ્તોત્તરા નક્ષત્રમાં અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ, પરિપૂર્ણ શ્રેષ્ઠ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચૌદ તીર્થકરોના જન્માદિ સમયના નક્ષત્રોનું નિરૂપણ છે. શેષ તીર્થકરોના જન્માદિ પાંચે પ્રસંગ એક જ નક્ષત્રમાં થયા નથી. પણ જુદા જુદા નક્ષત્રમાં થયા છે, તેથી તેનું ગ્રહણ આ પાંચમા સ્થાનમાં થયું નથી. જન્માદિ પાંચ પ્રસંગ :- તીર્થકરોના જીવનમાં મહત્ત્વપૂર્ણ અનેક ઘટનાઓ હોય પરંતુ અહીં ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણ, આ પાંચ જ ગ્રહણ કરવામાં આવ્યા છે. આ પાંચમાંથી જન્મ, દીક્ષાદિ ચાર પ્રસંગને મહોત્સવરૂપે ઉજવવા આવવાનો ઇન્દ્રો તથા દેવોનો વ્યવહાર છે. ૬૪ ઇન્દ્રો આ પ્રસંગને ઉજવે છે. ચ્યવન અને ઉત્પત્તિ સમયે ચૌદ સ્વપ્ન, સ્વપ્ન પાઠકોનું આવાગમન અને તીર્થકરના ભવનો શુભારંભ થાય, તેથી જ આ પાંચ ઘટનાઓ શાસ્ત્રોમાં અનેક સ્થળે અંકિત છે.
આચારાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના ગર્ભ સાહરણ સહિત છ ઘટનાનો ઉલ્લેખ છે. પ્રભુનું નિર્વાણ સ્વાતિ નક્ષત્રમાં થયું છે, તેથી તે પ્રસંગને બાદ કરી શેષ પાંચ પ્રસંગનો અહીં ઉલ્લેખ કર્યો છે. જો કે ગર્ભ સાહરણ સમયે ઇન્દ્રોનું આગમન થયું નથી પણ ઇન્દ્રનું આસન ચલાયમાન થયું અને ઇન્દ્રની આજ્ઞાથી હરિબૈગમેલી દેવનું આગમન થયું હતું તેથી મહત્ત્વપૂર્ણ ઘટનામાં તેનું ગ્રહણ થયું છે. જન્માદિ ઘટનાનું નક્ષત્ર જ સંહરણ સમયે હોવાથી, નક્ષત્રની સમાનતાના કારણે પાંચમા સ્થાનમાં તેની ગણના કરવામાં આવી છે.
તીર્થકરોના જન્માદિ સમયે જે નક્ષત્રનો યોગ ચંદ્ર સાથે હોય તે નક્ષત્ર જન્મ નક્ષત્ર કહેવાય છે.
તીર્થકરોના પાંચ પ્રસંગ પ્રાપ્ત નક્ષત્રો :
તીર્થકર
નામ
પાંચ પ્રસંગોનું નક્ષત્ર
- |
ચિત્રા
છઠ્ઠા નવમાં
૮૦
જ
પદ્મપ્રભ સ્વામી પુષ્પદંત-સુવિધિનાથ સ્વામી
શીતલનાથ સ્વામી વિમલનાથ સ્વામી અનંતનાથ સ્વામી ધર્મનાથ સ્વામી શાંતિનાથ સ્વામી
દસમાં તેરમા ચૌદમા પંદરમાં સોળમાં
દ
પૂર્વાષાઢા ઉત્તરભાદ્રપદા રેવતી પુષ્ય ભરણી
ન
જ