Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શિવરમણીરૂપ સ્વરૂપા સાથે હસ્તમિલાપ કરી, પ્રણય સાધે. આખર તૈજસ કાર્મણ-મિત્રની દોસ્તી છોડી સાચી દોસ્તી સ્વરૂપ દર્પણની કરે. કાર્પણ સુંદરીનો સંપૂર્ણ ત્યાગ કરી તેના કલેવર ઉપર અઘાતિ કર્મનું કફન ઓઢાડી અજીવ પુદ્ગલના પ્રપંચથી બંધાયેલા કર્મનો સંપૂર્ણ સાથ છોડી નિષ્કર્મા બની, અવિચલ શાશ્વતધામના સ્થાનને પ્રાપ્ત કરે છે. આ રીતે શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરવાના ઇલાજો દર્શાવે તેનું નામ સ્થાનાંગ
સૂત્ર.
નિષ્કર્ષ :
આ સ્થાનાંગ સૂત્રમાં પ્રથમ મેને આ આત્મા એક છે, બાકી બહિર્ભાવ છે, એવું જ્ઞાન આત્માને જ્યારે થાય છે ત્યારે તે પોતાની શોધ કરી શ્રદ્ધાન્વિત બને છે અને શુદ્ધ થવા માટે બે બંધનનો ત્યાગ કરવા વીતરાગ-વીતદ્વેષ ભાવને કેળવે છે, તે કેળવણી માટે, સમ્યગુ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યગુ ચારિત્ર, આ રત્નત્રયની આરાધના કરે છે. તેનાથી ચાર કષાય મંદ થતાં પાંચ વિષય વિરામ પામે છે, તેથી હૃદય દયાળુ બનતા પાંચ મહાવ્રત અંગીકાર કરી, છકાય જીવોની પૂર્ણદયા પાળવાના કામી બને છે. સાત ભય ટાળી, આઠ મદથી મુક્ત બની જાય છે; નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યમાં રમતાં દસ વિધ શ્રમણ ધર્મનું યથાર્થ પાલન કરી, સાધક જીવનને સાર્થક કરે છે. તેનાથી આત્મા વિશુદ્ધ થઈ જાય છે ત્યારે અનંત સંસાર સર્જક કર્મ સમૂળગા નાશ પામી જાય છે. તત્ક્ષણે અનંતગુણો પ્રગટ થાય છે. બીજી ક્ષણે આત્મા શુદ્ધ-બુદ્ધ-મુક્ત બની અજર અમર સ્થાને પહોંચી લોકાગ્રે બિરાજમાન થાય છે.
આભાર : ધન્યવાદ: સાધુવાદ :
આ આગમના અનુવાદિકા છે, શ્રમણી વિદ્યાપીઠના હોંશિયાર વિદ્યાર્થિની, મારા અંતેવાસી, વૈયાવચ્ચ રકતા, ભક્તિ સભર ભાવથી ભરેલા, સુવિનીત, વિદુષી સુશિષ્યા સાધ્વી રત્ના વીરમતી બાઈ મ.સ. જેમણે શ્રી સંઘોમાં ચાતુર્માસ દીપાવતાં, સ્વપરનું કલ્યાણ કરતાં, પુરુષાર્થ સહિત પ્રસ્તુત સૂત્રનો બીજો ભાગ પૂર્ણ કરેલ છે અર્થાત્ સંપૂર્ણ સ્થાનાંગ સૂત્ર અનુવાદિત કરેલ છે.
તે સૂત્રના અનુવાદનું અવગાહન કરતાં હું આનંદ અનુભવું છું. આ સુખાનુભૂતિનું કારણ એ છે કે તપોધની પ.પૂ. ગુરુદેવશ્રીએ કરાવેલા શ્રમણી વિદ્યાપીઠના અભ્યાસનું
40