________________
૧: જયતિ શ્રી જૈન શાસનમ્
મંગલાચરણ : • નિગ્રંથ ધર્મ : • પહેલું દાન માર્ગાનુસારીપણાનું કે સર્વવિરતિનું ? • સર્વવિરતિ એટલે શું? • મંગલનો એક અર્થ :
વિષય : મંગલાચરણ - તીર્થનો મહિમા - આચારાંગ ભૂમિકા.
પ્રથમ પ્રવચનમાં પ્રવચનકારશ્રીજીએ પ્રવચન માટે નિર્ધારિત આચારાંગ સૂત્રની ટીકાના મંગલ ઉપર વિમર્શ કર્યો છે. તારે તે તીર્થ. એ તીર્થની સ્તુતિ કરતાં પૂર્વે એ તીર્થ કેવું મજાનું છે ? એની તારકતા કેવી ? એના સ્થાપક કોણ ? એ તીર્થકરોમાં પણ તારકશક્તિ ક્યાંથી આવી? નિગ્રંથ ધર્મનું મહત્વ, જિનાજ્ઞા એ જ પરમ આધાર, જિનાજ્ઞા મુજબ ચાલનાર જ સાચો શ્રદ્ધાળુ, આવા સાધકને અશ્રદ્ધાળુ કહેવા એ પરમતારકની જ આશાતના છે - આ અને આવી બીજી પણ પ્રાસંગિક વાતોનો સુંદર શૈલીમાં અત્રે ઉલ્લેખ કરાયો છે. સાથે “સુ- કુ' અંગે પણ નિરૂપમ વિવેક રજૂ કરાયો છે.
મુલાકાતૃત
• વસ્તુસ્વરૂપનો વિવેક કરાવ્યા વિના દુનિયાના રંગરાગમાં અથડાવી મારે તે જ્ઞાન પણ અજ્ઞાન.
જિનાજ્ઞા સમજવામાં કેવળ શબ્દગ્રાહી ન બનવું જોઈએ. • સમસ્ત દ્વાદશાંગીનો સાર આચારાંગ છે. • તીર્થકરો માટે પણ “આણાએ ધમો, આપણા માટે પણ “આણાએ ધો'. • તીર્થકરોએ કર્યું તે બધું જ કરણીય નહિ. એમણે કહ્યું તે જ કરણીય. • જિનાજ્ઞાને જ એક આધાર માનવો એ જરાય અંધશ્રદ્ધા નથી. • વિષય-કષાય, મોજમજા અને સંસાર પ્રત્યે અરુચિ એ જ શાસનની રુચિ. • પહેલું દાન સર્વવિરતિનું, એ તાકાતના અભાવે જ દેશવિરતિ, માર્ગાનુસારી આદિ ધર્મો. • સમ્યગ્દર્શનનું સ્વરૂપ જ “સુમાં છે. બધું “સુ” જોઈએ. ‘કુ' આવે તો ગોટાળો. • પાંચમે દિવસે ન સંભળાવીએ એટલે ઊતરી જાય એ સાચી ખુમારી ન કહેવાય. 0 શાસનની પ્રભાવના કરે તે શાસનનો સેવક. જાતની પ્રભાવનામાં પડે તે ચૂકી જાય. • સંસારમાં રહેવા માત્રથી શાસન ચાલ્યું ન જાય, એમાં રાચવાથી જરૂર ચાલ્યું જાય. 0 મોક્ષસુખથી વંચિત રાખી સંસારમાં ફસાવે તે શાસ્ત્ર હોય તો પણ અપમંગલ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org