________________
પ્રસ્તાવના
તેમના સામે ચૂર્ણિ હતી એ વાત તો બંનેની પરસ્પર તુલના કરવાથી પણ સમજાય છે. અને એક સ્થળે ચિરંતન ટીકાકારનો તેમણે જે ઉલ્લેખ કર્યો છે તે પણ ચૂર્ણને લક્ષમાં રાખીને જ કર્યો છે તેમ સ્પષ્ટ જણાય છે.
આ વૃત્તિ પછી જે વિવરણ રચાયાં છે તે મુખ્યતયા આ વૃત્તિને જ આધાર રૂપે રાખીને તેના સંક્ષેપ રૂપે રચાયાં છે.
દીપિકા: ખરતરગચ્છીય આચાર્ય જિનસમુદ્રસૂરિના પટ્ટધર જિનહંસસૂરિએ વિક્રમ સંવત ૧૫૮૨માં રચી છે.
દીપિકા : અંચલગચ્છીય મેરૂતુંગસૂરિના શિષ્ય માણિજ્યશેખરસૂરિએ પણ આચારાંગ ઉપર દીપિકા રચેલી છે.
તત્ત્વાવણમાં હર્ષકલોલના શિષ્ય લક્ષ્મીકલ્લોલે આચારાંગ ઉપર અવચૂર્ણિ લખી છે. તેની રચના પ્રાયઃ વિક્રમ સંવત ૧૬૦૬ માં થયેલી છે.
આ ઉપરાંત બીજ પણ વિવેચનો ભંડારોમાં તપાસ કરતાં મળી આવે તેવો સંભવ છે.
અર્વાચીન યુગમાં આના ગુજરાતી બાલાવબોધ (ટોબા) પણ રચાયેલા છે, વર્તમાનમાં હિંદી, ગુજરાતી, અંગ્રેજી, જર્મન ભાષાઓમાં પણ આના અનુવાદો થયેલા છે.
આ સંપાદનમાં આધારભૂત
આચારાંગસૂત્રની હસ્તલિખિત પ્રતિઓ
(૧) તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓ
રા - શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર–ખંભાતની આ પ્રતિ છે. ૧ થી ૬૯ પત્ર છે. ૧ થી ૫૮ પત્રમાં આચારાંગ મૂળ છે, અને ૫૦ થી ૬૯માં નિર્યુક્તિ છે. વર્તમાન પ્રતિમાં ૧૪ થી ૫૮ પાનાં ખૂટે છે. એટલે આ સંપાદનમાં સૂ૦ ૨૦૪ સુધી જ આનો ઉપયોગ થઈ શક્યો છે. વિક્રમસંવત ૧૩૦૩ માં આ પ્રતિ લખાયેલી છે. એક પૃષ્ઠમાં ૪ થી ૭ લીટી છે. એક લીટીમાં લગભગ ૧૪૦ અક્ષર છે. લંબાઈ-પહોળાઈ ૩૨"x૨" ઇચ છે. ભંડારનો કેટલોગ નંબર ૧ છે.
હં– શ્રી શાંતિનાથ તાડપત્રીય જૈન જ્ઞાનભંડાર–ખંભાતની–આ પ્રતિ છે. ૧થી ૯૨ પત્ર છે. ૧ થી ૮૦ પત્રમાં આચારાંગ મૂળ છે. અને ૮૦ થી ૯૨ માં નિર્યુક્તિ છે. વિક્રમ સંવત ૧૩૨૭માં લખાયેલી છે. એક પૃષ્ઠમાં ૩ થી ૬ લીટી છે. એક લીટીમાં અક્ષર લગભગ ૧૨૫ થી ૧૩૫ છે. લંબાઈ-પહોળાઈ ૩૦" X ૨” ઈંચ છે. ભંડારનો કેટલોગ નંબર ૩ છે. ૧. જુઓ સૂ૦ ૨૭૭ ટિ૧. ૨. આ પ્રતિના અંતમાં આ રીતે ઉલ્લેખ જોવાય છે–
आचारांगवृत्ति १२३०० । आचारसूत्र २५००। नियुक्ति ४७० ॥ छ ॥ संवत् १३०३ वर्षे मार्ग० वदि १२ गुरौ अयेह श्रीमदणहिलपाटके महाराजाधिराजश्रीवीसलदेवराज ये महामात्यश्रीतेजपालप्रतिपत्तौ श्री आचारांगपुस्तकं ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org