________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪) કે એ મનુષ્ય શરીરમાં આત્મા કયાં સુધી રહેશે? વળી સમાધાનમાં કહેશે કે કર્મના આઠ ભેદ છે. તેમાંથી પાંચમું આયુષ્યર્મ છે તેમાં જેટલા વર્ષના આયુષ્યને બંધ કર્યો હશે તેટલે કાળ આ મનુષ્ય શરીરમાં રહેવું પડશે. ત્યારે વળી વિચાર થશે કે વળી અહિંથી મનુબશરીરનો ત્યાગ કરી આત્મા ક્યાં જશે ? ત્યારે કહેવા છે કે અહીં જે વેપાર કર્યો હશે તેવી ગતિમાં જવું પડશે. વળી મનમાં પ્રશ્ન ઉઠશે કે ત્યારે હું હાલ શો - પાર કરું કે જેથી સારું સ્થાન પ્રાપ્ત કરૂં? એ પ્રશ્ન ઉડતાં ગુરૂને પ્રશ્ન કરશે તે પ્રશ્ન નીચે મુજબ.
પ્રશ્ન—ગુરૂ મહારાજ સાહેબ ! સુખ શાથી મળી શકે ?
ઉત્તર–હે ભવ્ય ! જન્મ જરા મરણને નાશ થાય અને જન્મ જરા મરણનાં જે કારણરૂપ એવાં કમનો નાશ થાય, ત્યારે આત્મા સત્ય શાશ્વત સુખ પામી શકે. તે સુખ મળવાનું આસન્ન કારણ જ્ઞાન વૈરાગ્ય સંવરકરણી ધર્મધ્યાન ઈત્યાદિ છે.
પ્રશ્ર–શું મનુષ્યજન્મમાં સુખ નથી?
ઉત્તર–હ ભવ્ય ! તાત્વીક સુખ મનુષ્ય જન્મ પામવાથી પણ નથી, તેનું કારણ તમે સાંભળે. પહેલું તે માતાની કૂખમાં નવ મહીના સુધી રહેવું તેમાં પણ ઉબે મસ્તકે રહેવું. મળ મૂત્રમાં લપટાવું. બોલવાનું
www.kobatirth.org
For Private And Personal Use Only