________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮) માને, કાચું પાણી પીએ, થાવર તથા ત્રસકાયના જીવની વિરાધના કરે, મુનિવર્ગના અપવાદ બોલે, પ્રહસ્થાવાસ સારો માને, તો અંતે કર્મથી લેપાઈ દુઃખની રાશિ - ગવે એમાં કોને વાંક કહેવાય? અલબત તેનો જ કહેવાય!
કેઈ એક મનુષ્ય એક શહેરમાં રહે છે ને શહેરના રાજાને એક બીજે રાજા શત્ર તરીકે છે. તે પ્રતિપક્ષી રાજાએ પિતાને નોકરો મારફત સામા રાજાના શહેરના કુવામાં વિષ નખાવ્યું, તે પેલા માણસે જોયું. અને તે સર્વને કહેવા લાગ્યા કે, અરે મનુષ્ય ! તમે આ કુવાનું પાણી પીશે નહિ; કારણ કે તેમાં ઝેર નાંખ્યું છે. કેટલાક માણએ તેની વાત ખોટી માની, તેમાંથી પાણી કાઢી પીધું, અને કેટલાક માણસે એ પિલા માણસના વચન, ઉપર વિશ્વાસ લાવી પાણી કાઢયું પણ નહિ અને પીધુ પણ નહિ. પાણી પીનારા મરી ગયા. નહિ પીનારા બચી ગયા. પાણી પીનારા મરી ગયા તેમાં હવે કેને વાંક કહેવાય. કુવાનો અગર પેલા કહેનાર માણસને વાંક કાઢી શકાય? ના કદી નહિ! કહો ત્યારે તેને વાંક કાઢી શકાય. કહેવું પડશે કે પાણી પીનારાનો જ વાંક કહેવાય. જેઓએ તે કુવાનું પાણી પીધું નહિ અને જીવતા રહ્યા તેમાં કોનો ઉપકાર કહેવાય? અલબત કહેવું પડશે કે–પેલા વાત કહેનાર માણસને! તેણે કુવામાં ઝેર નાંખ્યું છે એમ કહ્યું ત્યારે તેના વચનના વિશ્વાસ કરનારા જીવતા રહ્યા,
www.kobatirth.org
For Private And Personal Use Only