________________
४७
જીવિદ્યાના પીયૂષને દેહ દોહીને આપણી સમક્ષ રજૂ કર્યું છે. માણસમાં રહેલી અસુર–ચેતના સામે યુદ્ધ કરી દિવ્ય-ચેતનાની વિજયપ્રાપ્તિને માર્ગ બતાવતા રહેવા છતાં એમણે લક્ષ્ય તે સચ્ચિદાનંદ શહ-ચેતનાની પ્રાપ્તિ પ્રત્યે જ દોરવ્યા કર્યું છે. એટલું જ નહીં પણ એ પ્રાપ્તિને માર્ગ પણ સ્વપર-શ્રેયની સામુદાયિક સાધના છે, સમગ્રતાની ઉપાસના છે, સર્વના સુખહિત સાથે ધર્માનુબંધ છેએ પણ એમણે વિશ્વના આરોહણ સાથોસાથ બતાવ્યા કર્યું છે, પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણના પૂર્ણાવતારી કાર્યનું રેખાચિત્ર રજૂ કરતાં પહેલાં એમના પહેલાંના અવતારોની વિશિષ્ટતા સમજાવતી ભૂમિકા પહેલા ભાગમાં પૂરેપૂરી સ્પષ્ટ કરી છે. બીજા ભાગમાં ભગવાન કૃષ્ણ ના અવતારી કાર્યનું આકલન કર્યું છે.
આ ભાગ તે એ આકલનમાં અધિષ્ઠાનરૂપે રહેલ અધ્યામના પાયાને મજબૂત કરવામાં ઉપયોગી નીવડે તોય ઘણે અર્થ સશે તેમ માની તેની વિસ્તૃત ચર્ચા કરી છે. ભાગવત ગ્રંથાવતારની પરમ ભક્તિથી જેણે પૂજા કરી છે અને પુષ્ટિ માર્ગના પાવના સ્પર્શથી ભગવત્ સ્વરૂપનું જેણે રસપાન કર્યું છે તેવા કે. કા. શાસ્ત્રીજી જ આ પુસ્તક પર કશું લખવાના અધિકારી પુરુષ છે. આમ છતાં આટલું વિસ્તારથી લખવાની ધૃષ્ટતા મેં એટલા માટે કરી કે લોકિક જગતની રસદષ્ટિએ લખાયેલા કથામૃતોને અધ્યાત્મ દષ્ટિમાં એકરસ કરી લૌકિકને પરમાર્થમાં પલટી નાખવાને પારસ પુરુષાર્થ અને સંતબાલના ભાષ્યમાં દેખાય છે. મૂળ સ્વરૂપને યથાર્થ રાખીને ભાગવત-ભક્તિને પૂરેપૂરી પુષ્ટ કરીને ભાગવતકારના આશયને યથાવત્ જાળવીને એમણે જે આ અદ્ભુત મધુસંચય અનુષ્ટ્ર અને કાવ્ય દ્વારા સંચિત કર્યો છે તેમાં કૌશલ્ય-સભર ભક્તિ કળા બતાવી જૈનેતર ગ્રંથ ને જૈન દૃષ્ટિએ જોવાની આંખ આપી તેથી મુગ્ધ થઈને આટલું લાંબુ લખ્યા વિના હું રહી શકતો નથી. જૈન જગત આને સ્યાદ દષ્ટિએ જાણે-માણે અને સર્વ ધર્મને પિતામાં ખપાવવાની જૈન દર્શનની