Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 360
________________ દે મર્યો પશુ મળે છે સંબંધ પરસ્પર વ્યક્તિની ચેતના સંગે, છે વિશ્વ–ચેતના સ્થિર. ૨ તેથી વૈર વસૂલાત, પ્રાણીઓ ! રાચશે ન કે”. માફી ક્ષમા અહિંસાથી, આપી સન્માર્ગ લ્યો ખરો. ૩ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત ! આ તમારા પુત્રો તે અહીં સામે બેઠેલા જ છે. જેમનાં નામ ક્રમશઃ (૧) જનમેજય (૨) શ્રતસેન (૩) ભીમસેન અને (૪) ઉગ્રસેન છે. તેઓ બધા જ બહુ પરાક્રમી છે. જ્યારે તક્ષનાગ કરડવાથી તમારું મૃત્યુ થશે ત્યારે અતિ દુઃખદ વાતને જાણુને આ જનમેજય તો ખૂબ ક્રોધિત થશે અને સર્પયજ્ઞની આગમાં સર્પોને હેમ કરશે, અશ્વમેધ યજ્ઞ પણ કરશે અને બધી બાજુથી પૃથ્વી પર વિજય પામી યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરશે. એ જનમેજયને પુત્ર શતાનીક થશે. જે યાજ્ઞવલક્ય ઋષિ પાસે ત્રણેય વેદ અને કર્મકાંડનું શિક્ષણ મેળવશે, કૃપાચાર્ય કનેથી અસ્ત્રવિદ્યા પણ શીખી લેશે, ઉપરાંત શૌનક ઋષિ જેવા અનુભવી પુરુષ પાસેથી આત્મજ્ઞાન મેળવીને પરમાત્મપદ પામી જશે! એ શતાનીક રાજાને સહસ્ત્રનીક અને એમ એ રાજવંશ પરંપરામાં અસીમ કૃષ્ણને પુત્ર નેમિચક્ર પેદા થશે. જ્યારે હસ્તિનાપુર ગંગાપૂરથી વહી જશે ત્યારે નેમિચક્ર કૌશાંબીપુરીમાં સુખપૂર્વક નિવાસ કરશે. તેનો પુત્ર થશે ચિત્રરથ; ચિત્રરથને પુત્ર કવિરથ એમ વંશપરાગત છેલ્લે છેલ્લે ક્ષેમક રાજાની સાથે જ એ વંશ પૂરે થશે. હવે હું તમને ભવિષ્યમાં થવાવાળા મગધ દેશના રાજાઓને વર્ણવવા ઇરછીશ.” એમ કહી તેઓ આગળ વદ્યા : “જરાસંધને પુત્ર સહદેવ થશે અને એમ છેવટે વિશ્વજિત રાજાનો પુત્ર રિપુંજય થશે. આ બધે બૃહદ્રથ રાજાનો વંશ કહેવાય ! એ બધાનું શાસન એક હજાર વર્ષની અંદર-અંદર ચાલશે.

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362