________________
૧૮
“સતજી! આપ ભાગ્યશાળી અને શ્રેષ્ઠ વકતા છે. શુકદેવજીએ જે કથા કહી, તે જ આપ કહે. કારણ કે શુકમહિમા તે એચના પિતાના મહિમા કરતાં પણ મોટો છે. તેઓના હૈયામાં નર– નારી અથવા માનવ અને માનવેતર એવા કશા છવભેદ જ છે નહીં. અમે સાંભળ્યું છે કે વૈરાગ્યવાસી શુકપુત્રની પાછળ જયારે મોહવશ વ્યાસપિતા જઈ રહેલ, ત્યારે રસ્તામાં સરિતજલમાં કે સરોવરજલમાં નગ્નસ્નાન કરતી સ્ત્રીઓએ નગ્નપણે ચાલ્યા જતા શુકદેવને જોઈને જે નગ્નપણું નહોતું છેડયું, તે વૃદ્ધપિતા વ્યાસજીને જોઈને છોડી દઈ કપડાં ધારણ કરેલાં. અને જ્યારે વ્યાસ મહારાજે આમ કરવાનું કારણે પૂછયું ત્યારે સ્ત્રીઓએ સ્પષ્ટ કહ્યું કે, “માફ કરજે મુનિજી ! તમારી દૃષ્ટિમાં તે સ્ત્રીપુરુષ વગેરેને ભેદ ભર્યો જ છે, જ્યારે તમારા પુત્રની દૃષ્ટિમાં આ ભેદ રહ્યો જ નથી.” આવા છે એ શુકદેવજી. તેઓ કુરુજાંગલ દેશમાં પાગલ, મૂંગા અને ભૂખની માફક વિચરે છે. તો તેઓએ શી રીતે પરીક્ષિતરાજને આ લાંબી ભાગવતકથા કહી હશે ? વળી પરીક્ષિતરાજા તે સમ્રાટ હતા. તેઓ ગંગાતટ પર આ કથા સાંભળવા શા માટે બેઠા હશે ? એમણે આમરણાંત અનશન કેમ કર્યું હશે ? આવા અનેક પ્રશ્નો અમારા મનમાં ઊઠે છે. અને આપ જેવા અનુભવી જ્ઞાની સિવાય અમને આવા પ્રશ્નોનું સાચું સમાધાન બીજુ કાણુ આપી શકશે ?”
નારí પૂર્વજીવન
અતિકામી અહંકારી, સ્પૃહાવાન મદમત્સરી; છો!! તોયે પ્રભુ પામે, સાચી કૃષ્ણ-કથા થકી. ૧ પૂર્વજન્મે હતા, નીચ ગતિમાં તેય નારદ; કૃણ-કથાથી સત્સંગ બન્યા તે પ્રભુ-પાર્ષદ. ૨