________________
३७
૩૭ મૈત્રેયજી બોલ્યા : “વિદુરજી ! હવે તો સમજી ગયા હશો કે બ્રહ્માએ સૃષ્ટિ પેદા કરી, એ વાત જેમ સાચી છે, તેમ જગતમાં કાળદ્રવ્ય પણ આ ક્ષેત્રોમાં આ યુગે વિશેષ કામ કરતું હોવાથી કાળને પણ કોઈ સૃષ્ટિકર્તા કહે તો વાંધો નથી. મૂળ તે આત્મા કહે કે પરમાત્મા કહો, તે જ સૃષ્ટિનું મૂળ કારણ છે. કામનાથી (કામનાનાં બે પાસાંઃ (૧) લાલસા અને (૨) વાસના. લાલસામાં પરિગ્રહ મુખ્ય છે. વાસનામાં પ્રાણ અને પ્રતિષ્ઠા મુખ્ય છે. તેને લીધે) (જીવન) બંધન થાય છે. પરંતુ જે કામના સાથે સંયમ–તપ ભળે તે બંધન થતું નથી અને થયું હોય તે તે બંધન દૂર થઈ જાય છે. આ રીતે જોતાં જેમ બ્રહ્મા પેદા થયા, તેમ શંકર પણ પેદા થયા. બ્રહ્માજીથી ચાર નિવૃત્તિપરાયણ અને ઊર્ધ્વરેતા મુનિઓ થયા. (૧) સનક (૨) સનંદન (૩) સનાતન (૪) સનકુમાર જેઓ સૃષ્ટિ વિસ્તારવા રાજી ન હતા. ત્યાર પછી શિવ પેદા થયા. શિવ દ્વારા પહેલાં તે રૌદ્રસૂષ્ટિ પેદા થઈ, પણ પછી કલ્યાણપ્રદ સૃષ્ટિ પેદા થઈ. એક વખત સ્વયં જન્મેલા બ્રહ્માજીને આટલી સૃષ્ટિથી સંતોષ ન થયો. એ અસંતોષપૂર્વક વિચાર કરતાં કરતાં તેમના પિતાના એક જ શરીરના બે ભાગ પડી ગયા ? (૧) પુરુષ (૨) ત્રી. પુરુષ તે મનુ અને સ્ત્રી તે શતરૂપા. ત્યારથી જ સંભેગજન્ય સૃષ્ટિ થવા લાગી. મનુભગવાનનાં પાંચ સંતાને થયાં: બે પુરુષ સંતાન અને ત્રણ નારીસંતાન પુરુષસંતાનનાં નામ હતાં : (૧) પ્રિયવ્રત અને (૨) ઉત્તાનપાદ. અને સ્ત્રીસંતાનનાં નામ હતાં (૧) આકૃતિ (૨) દેવહૂતિ અને (૩) પ્રસૂતિ. આકૃતિ રુચિ પ્રજાપતિને પરણી, દેવદૂતિ કદમજીને પરણું અને પ્રસુતિ દક્ષ પ્રજાપતિને પરણી. અને એમનાં સંતાનથી આખું જગત છલકાઈ ગયું. અલબત્ત સંભેગી સૃષ્ટિથી જન્મેલા મનુએ પોતાના પિતા પાસે (રહેવા માટે) પૃથ્વીની માગણી કરી. એટલામાં ભગવાને જ વરાહાવતારમાં આવી પૃથ્વીને રસાતલથી બહાર ખેંચી આણી.