________________
૨પ૩
માગ્યું નહીં ! મારું મન પ્રાણમાં નથી તેટલું સમાજસેવકરૂપી બ્રાહ્મણ પર છે.” મતલબ સંસાર તે માયા–ખેલ જેવું છે. અજ્ઞાનવશાત્ જ મન પર તે જૂઠે હોવા છતાં માથે ચડી બેઠે છે એટલે ભગવાનનું શરણ જ સાચું છે. ભગવાને રાજા ખટ્વાંગની બુદ્ધિને પહેલેથી જ પિતા તરફ ખેંચી લીધેલી. આમ વિષવરસ છોડી શરીર આદિ અનામ પદાર્થોમાં જે અજ્ઞાનમૂલક આત્મબુદ્ધિ હતી, તે તજી દીધેલી, તેથી જ પરમાત્મલીન બની શક્યા ! આ આમસ્વરૂપને જ ભક્તજને “ભગવાન વાસુદેવ' રૂપે ઓળખે છે.”
સંક્ષિપ્ત રામચરિત્ર આમૂલાગ્ર જગતશુદ્ધિ કાજે શસ્ત્રપ્રયોગ જાતે પ્રભુ કરે તોયે જગતશુદ્ધિ થતી ન તે. ૧ શાને શસ્ત્રપ્રયોગોને, ચાલુ રાખે મનુ–સુતો ! અહિંસા શ્રેષ્ઠ છે ધમ, તે માની સવ ચાલજે. ૨ એવી શીખ દઈ વિશ્વ, સિધાવ્યા યુગ વીર એક તેથી બન્યા મહાત્મા ને જગમાં વિશ્વવંદ્ય તે. ૩
હવે પરીક્ષિત રાજાને બ્રહ્મચારી શુકદેવજી કહે છે: “ખટ્વાંગના પુત્ર દીર્ઘબાહુના પરમ યશસ્વી પુત્ર “રઘુ થયા. રઘુના પુત્ર અજ અને અજના પુત્ર થયા સુપ્રસિદ્ધ એવા મહારાજા દશરથ ! દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ પોતે જ પિતાના અંશાશથી ચાર રૂપે ધારણ કરીને એ મહારાજ દશરથને ચાર મહાન પુત્રી તરીકે જન્મી ચૂક્યા ! એમના નામ ક્રમથી (૧) રામ (સૌથી મહાન એવા ભગવાનરૂપ રામ) લક્ષમણ, ભરત અને