Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 348
________________ ૨૯૧ બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા: “પરીક્ષિત રાજન ! જે વંશમાં તમારે જન્મ થયો છે, તે જ પુરુવંશનું હવે હું વર્ણન કરું છું. આ વંશમાં જ ઘણા રાજાઓ અને બ્રહ્મષિઓ થયા છે ! જનમે. જય એ પુરુપુત્ર હતા. એમને ઘણું પેઢીઓ પછી રૌદ્રાશ્વ રાજવી થયા. ઘતાચી અસરાથી તેમને દસ પુત્રો થયેલા તે પૈકી મોટા શ્રીયુ અને તેને પુત્ર રંતિભાર થયે અને રંતિભાર પુત્ર સુમતિનો પુત્ર રૈવ્ય થયો. એ જ રભ્યને પુત્ર દુષ્યતરાજ થયો. એક વાર કેટલાક સૈનિકો સાથે દુષ્યતરાજ જંગલમાં દૂર-સુદૂર નીકળી ગયેલું. તેવામાં તે અચાનક કણ્વ મુનિના આશ્રમ પર જઈ ચઢ્યો અને ત્યાં એકલીઅટૂલી એક પ્રકાશમયી બાળાને દુષ્યત રાજાએ જોઈ. એકલી-અટૂલી હોવા છતાં પ્રસન્નમુખી તે બાળાને તેજ–અંબાર આશ્રમ પર જાણે પ્રભાવ પાડી રહ્યો હોય એમ લાગતું હતું. તે બાળાને જોતાવેંત જ દુષ્યત રાજ આકર્ષાઈ ચૂક્યો ! અજાણી બાળા સાથે ગમે તે બહાનું કાઢી તે વાત કર્યા વિના ન રહી શક્યો. તે બોલ્યોઃ મારા હૃદયને આકર્ષિત કરવાવાળી ઓ સુંદરી! તું લાગે છે તો ક્ષત્રિયકન્યા ! પછી અહીં ઋષિ-આશ્રમમાં શાથી ? જો હરકત ન હોય તે તારું આખુંય જીવનવૃત્તાંત સાંભળવાની મારી તીરછા છે ! પુરૂવંશજ એવો હું ખરેખરું કહું છું કે મારા ચિત્તને, આટલું બધું અને આટલી ઝડપથી આ દુનિયામાં આજ લગી કેાઈ દેવકન્યા સુધી આકળી શકી નથી ! એટલે કાંઈક મને આ આકર્ષણ પાછળ કઈ અગમ્ય કારણુ લાગે છે !” શકુંતલા પણ આકર્ષાઈ ચૂકી હતી. તે બેલી : “આપનું કહેવું મુખ્યત્વે સત્ય છે. હું ક્ષત્રિય રાજર્ષિ વિશ્વામિત્રજીની પુત્રી છું. પરંતુ મેનકા અપ્સરાએ બચપણથી મને એકલીઅટૂલી વનમાં તજી દીધેલી. કરવમુનિ જ એના સાક્ષી છે. કમલનયન ! આશ્રમમાં સુંદર ભાત તૈયાર છે. ઇચ્છે તે તેનું ભજન કરી શકે છે. આપની બીજી શી સેવા કરું ? જે ઠીક લાગે તે આપ અહીં જ રોકાઈ જાઓ.” આ સાંભળતાં જ દુષ્યત રાજા

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362