________________
૨૮૯
બકરો એ રિસાયેલી બકરીને મનાવવા કાજે “મેં મેં' કરે એ બકરીની પછવાડે પછવાડે ચાલી નીકળ્યો. પણ તે રસ્તામાં તે ન મનાવી શકશે. પેલી બકરીનો માલિક બ્રાહ્મણ હતા. તેણે ધમાં ને ધમાં બકરાના લટકતા અંડકોશને કાપી જ લીધે, અને પછી એ બકરીનું જ ભલું કરવા માટે ફરીથી એને જોડી પણ દીધો. એ બકરીના માલિકને આવા કેટલાય ઉપાય આવડતા હતા. આમ અડકેશ જોડાવાથી તે બકરાએ દિવસે લગી વિષય–સેવન કર્યું, પણ આજ લગી બકરાને એ બકરી ને ભેગથી સંતોષ ન જ થયે તે ન જ થયેસુંદરી ! મારી પણ એ બકરા જેવી જ કામમયી દશા છે !!! તારા વાસનામય પ્રેમપાશમાં બંધાઈને હું પણ અત્યંત દીનહીન થઈ ગયેલ છે. તારી મેહમયી માયામાં ફસાઈને ખુદ હું મારા પિતાના ચેતનદેવને સાવ વિસારી બેઠો છું. હે પ્રિયે! આ પૃથ્વીમાં જેટલાં ધાન્ય (ચેખા જવ આદિ), સુવર્ણ, જાનવરે અને સ્ત્રી છે એ બધાં એક માનવી પાસે સહેજે હય, તેયે સંતોષ આપી શકતાં નથી. વાત એમ છે કે ઘીની આહુતિ નાખવાથી જેમ આગ ભભૂકી ઊઠે છે, તેમ ભોગે ભોગવવાથી ભગવાસના છૂટતી નથી પણ વધે જ છે. પરંતુ જ્યારે માનવી વસ્તુ સાથેના રાગદ્વેષભાવને ન રાખે ત્યારે તે આપોઆપ સમદશી બને છે અને એવા સમદશ માટે બધી દિશાએ સુખમય બની જાય છે. ખરેખર તો વિષયતૃષ્ણ જ બધાં દુઃખનું ઉદ્ગમ સ્થાન છે ! ઘણું કઠિનતાથી માંડ માંડ મંદબુદ્ધિ લેકા, એ વિષયતૃષ્ણાને ત્યાગી શકે છે. શરીર ભલે ઘરડું થાય પણ વિષયતૃષ્ણ તે હંમેશાં નવા નવા પ્રકારથી બની જ રહેતી હોય છે. માટે જે આત્મકલ્યાણ કરવા માગે છે, તેણે ભગવાસના તજવી જ રહી ! અરે, બીજાં પાત્રો તો શું, પણ પોતાની સગી જનેતા બહેન કે પત્ની સાથે પણ એકાસને અડીને ન બેસવું જોઈએ. ઇઢિયે એટલી બધી બલિષ્ટ છે કે મોટા મેટા વિદ્વાનોને પણ વિચલિત કરી નાંખે છે. વિષય–સેવન કરતાં કરતાં મારાં
પ્ર. ૧૯