Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 353
________________ સંકટગ્રસ્ત થયેલું. ભૂખ-પ્યાસનાં માર્યા સી કાંપતાં હતાં. પરંતુ જેવું આ લોકોએ ભજન કરવા ચાહ્યું તેવામાં જ અચાનક એક બ્રાહ્મણ અતિથિના રૂપમાં આવી પૂગ્યો ! ખુદ રતિદેવ તે સૌમાં ભગવાનનાં જ દર્શન કરતા હતા. એટલે એમણે ખૂબ શ્રદ્ધાથી અતિથિ દેવો ભવ”ની ભાવનાથી આદરપૂર્વક બ્રાહ્મણને ભોજન કરાવ્યું. બ્રાહ્મણદેવતા તે ભોજનથી તૃપ્ત થઈ ચાલ્યા ગયા. બ્રાહ્મણ દેવતાને જમાડ્યા પછી જે અન્ન વધેલું તે રતિદેવ અને કુટુંબ વચ્ચે સૌએ વહેચી લીધું અને જેવા એ સહકુટુંબ ભોજન કરવા ઇચ્છે છે, ત્યાં તો બીજા શુદ્ધ અતિથિરાજ આવીને આંગણે ઊભા રહ્યા ! અડતાલીસ અડતાલીસ દિવસના ભૂખ્યાં એમના કુટુંબનાં આબાલવૃદ્ધ આવી કસેટીમાં પણ લગારે ન ડગ્યાં. ને આવનાર પર રાજ કર્યો અને ન ભગવાનને કે કુદરતને દોષ આપે, તેમ જ ન બ્રાહ્મણ અને શદ્ર વચ્ચે ભેદ ભાળે. એવી જ અડગ શ્રદ્ધાથી અને અતિથિ દેવો ભવ' ભાવનાથી તે આ અતિથિને ભગવાનનું સ્મરણ કરી અને પીરસી જમાડી દીધે. જેવા એ અતિથિરાજ પણ ખાઈપીને રવાના થયા. ત્યાં તો કૂતરાઓને લઈ એક ત્રીજા અતિથિ આવી આંગણે ઊભા રહ્યા અને બોલ્યા : “હું અને આ કૂતરાં બહુ ભૂખ્યાં છીએ. અમને કાંઈક ખાવાનું આપો.” રંતિદેવે તો બ્રાહ્મણ દેવતા અને શદિદેવતાની જેમ તેમનું જ નહીં, કૂતરાંઓનું પણ સ્વાગત કરી અત્યંત આદરભાવે જે કાંઈ અન્નપાન બચ્યું હતું, તે લગભગ બધું ખવડાવી દીધું. હવે અને તે હતું જ નહીં. માત્ર પાણી હતું તેય એક જણ પૂરતું જ હતું ! તે કુટુંબમાંનાં સી વહેંચીને પીવા માગતાં હતાં, ત્યાં તે એક ચાંડાલ અતિથિ આવીને આંગણે ઊભા રહ્યા અને બેયા : “હું અત્યંત નીચ ગણાતો ચાંડાલ છું, મને પાણી પિવડાવો!” એની વાણીમાં થાક ભરપૂર હતા. એ વચન સાંભળી રંતિદેવનું હૃદય કરુણાજળથી ભરાઈ ગયું. તે એનું તરસ-દુઃખ દેખીને સક્રિય સહાનુભૂતિથી દુઃખી દુઃખી થઈ ગયા ! એ જ સમયે

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362