Book Title: Abhinava Bhagawat Part 1
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 340
________________ ૨૮૩ આપ્યા અને હાથ પકડી એને બહાર ખેંચી કાઢી. એ વખતે દેવયાનીએ પ્રેમભરી વાણીમાં ધીર યયાતિરાજને કહ્યું : વીર શિશ્નમણિ રાજન ! આજે આપે આ રીતે પણ મારા હાથ પકડયો છે, તે હવે આ મારા હાથ ખીજા કાઈ ન પકડે ! એમ હું ઇચ્છું. હું કૂવામાં પડી જવાથી જો મને અચાનક આપનાં દર્શન થયાં છે, તે આ આપણા સંબંધને ભગવાને જ કરાવી આપેલા સંબંધ સમજવે ધરે ! આમ થવામાં આપણે આપણી કે કોઈ માનવીની આ કૃતિ ન માનવી જોઈએ. વીરશ્રેષ્ઠ ! પહેલાં મેં બૃહસ્પતિપુત્ર કચને શાપ આપી દીધા હતા, એથી એણે પણ મને શાપ આપી દીધા હતા. એથી એણે પણ મને શાપ એવા આપી દીધેલે, જે કારણે બ્રાહ્મણ સાથે તે! માાં લગ્ન થઈ શકે તેમ નહતું !' વાત એમ બનેલી કે ગૃહપતિપુત્ર કચ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા શીખ્યા, શીખ્યા પછી તે ઘેર જવા લાગ્યા ત્યારે દેવયાનીએ તેને વરવા ઇન્ક્યુ પણ ગુરુપુત્રીને તે પત્ની તરીકે કેમ સ્વીકારી શકે? એટલે દેવયાનીએ તેની વિદ્યા નિષ્ફળ જાય એમ કહ્યું અને કચે દેવયાનીનું લગ્ન બ્રાહ્મણ સાથે નહીં થાય. એમ આ કુદરતી ઘટના બનેલી આમ તા વીર યયાતિને આ શાસ્ત્ર-વિરુદ્ધ લગ્ન પસ ંદ નહાતું; પરંતુ જ્યારે રાજ યયાતિએ જોયું કે ખુદ સામે ચાલીને પ્રારબ્ધ (અહીં ભવિતવ્યતા રૂપ પ્રારબ્ધ લાગે છે, માટે) આપેલી ભેટ તરીકે આ છે, તા સ્વીકાર કરવા જ જોઈએ! વળી મારું આ કન્યા તરફ કુદરતી રીતે આકર્ષણ પણ થાય છે. આ માત્ર મેહ નથી !! એમ જો આખરે રાજ યયાતિએ કન્યા દેવયાનીની વાત ખુશીથી સ્વી કારી લીધી અને પછી પેાતાના રાજ્ય ભણી તે ચાલી નીકળ્યા,” બ્રહ્મચારી શુકદેવજીની આ અધૂરી વાત આગળ સાંભળવા માટે પરીક્ષિત રાજ આતુર બની ગયા !

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362