________________
૧૫૮
છે છતાં પાંચ વર્ષના બાળક જેવા જ લાગે ! વળી વસ્ત્ર પણ ન પહેરે એટલે એમને સામાન્ય બાળક સમજીને દ્વારપાળાએ રોકી દીધા. એટલે એમને માઠું લાગ્યું અને કુદરતી રીતે એમના મોઢામાંથી આવું બોલી પડાયું કે “મૂર્ખ ! ભગવાનનું વિષ્ણધામ તો રજોગુણ તમોગુણથી રહિત છે. છતાં તમારામાં એ ભાવ આવી ગયે, માટે તમે અહીં રહેવા માટે નાલાયક છે ! માટે હવે તમો બંને દ્વારપાળા) વહેલામાં વહેલી તકે અસુર નિમાં ચાલ્યા જાઓ !” આ વચનને પ્રભાવે એ નીચે જવા લાગ્યા કે તરત આ બોલનારા સનકાદિ ઋષિઓને દયા આવી અને ફરી કહ્યું : “હા ત્રણ જન્મમાં આ શાપને પૂરો કરી તમે બંને ફરીથી જરૂર આ વિષ્ણુલોકમાં આવી શકશો !” બસ આ ભગવાન વિષ્ણુના વૈકુંઠના બે દ્વારપાળને આ કારણે સંસારમાં આવવું પડયું. એ બંને દિતિના વહાલા દીકરાઓ તરીકે જમ્યા. એ બન્નેનાં નામે ક્રમશઃ (૧) હિરણ્યકશિપુ અને (૨) હિરણ્યાક્ષ હતાં. મૂળ તે વિષ્ણુ ભગવાનના જ પાર્ષદે હેવાથી દાનવોના સમાજમાં સર્વશ્રેષ્ઠ પ્રસિદ્ધ થયા. વિષ્ણુ ભગવાને જાતે નૃસિંહરૂપ ધારણ કરીને હિરણ્યાક્ષને માર્યા હતા.”
મુનિ નારદ આગળ વધતાં જણાવે છે: “જ્યારે હિરણ્યકશિપુએ પિતાને જ પુત્ર પ્રલાદ ભગવતપ્રેમી હોવાથી પિતાને મિથ્યાભિમાનને ધક્કો લાગે, તેવું બોલ્યા અને વર્તવા લાગ્યો, ત્યારે પ્રલાદને કામુકે જ મારી નાખવા વિચાર્યું. પરંતુ પ્રલાદ તે ભગવાન વિષ્ણુને પ્યારે ભક્ત અને પ્રાણું માત્ર પ્રત્યે સમદર્શી બની ચૂક્યો હતો. પછી એ દાનવ પિતાને માર્યો શી રીતે મરે ? ઘણા પ્રયને દાનવપતિએ પોતાના પુત્ર પ્રલાદને મારવા માટે કર્યા. પણ દાનવપતિના એ પ્રયત્નો ભગવાન વિષ્ણુએ સદંતર નિષ્ફળ બનાવ્યા હતા. બીજા જન્મમાં તેઓ બંને વિશ્રવા મુનિની શિની (કૈકસી) પત્નીને ગર્ભ રાક્ષસરૂપે રાવણ અને કુંભકર્ણરૂપે જળ્યા.