________________
૧૧૯
અને બ્રહ્મચર્યનિષ્ઠામાં પાછા તત્કાળ તલ્લીન બની ગયા તેથી મને આનંદ થયેલ છે મારી માયા એવી જ છે કે તમે તરત ચેતી ગયા ! બાકી અજિતેંદ્રિય જીવનું તો એમાંથી કોઈ પણ રીતે છૂટવાનું ગજું નથી ! જાઓ હવે તમને મારું વરદાન છે કે અત્યારે તે તમે આટલા પણ મોહિત થઈ ચૂક્યા, પરંતુ હવે ક્યારે પણ મારી માયાથી તમો મોહિત કે ચલિત થશે જ નહીં !” પ્રદક્ષિણા કરીને ભગવાન શંકર કલાસમાં પહોંચી તો ગયા જપરંતુ દેવી પાર્વતી આગળ ફરીફરી લજિજત થઈ તેઓએ તે પ્રસંગના પતનની ક્ષમા માગી લીધી ! પરીક્ષિતજી ! આવી છે. વિષ્ણુ ભગવાનની અપરંપાર લીલા ! આમ મેં આ સમુદ્રમંથનના સમયનું અને પિતાની પીઠ પર મંદરાચળ ધારણ કરવાવાળા ભગવાનની માયાનું તમારી આગળ વિસ્તારથી વર્ણન કર્યું. જે ભક્ત વારંવાર આનું શ્રવણ અને કીર્તન કરે છે, તેને પુરુષાર્થ કદી અને કોઈ પણ સંયોગોમાં નિષ્ફળ જતા નથી ! આ લીલાઓનું ગાયન સંસારનાં, સમસ્ત કલેશ અને પરઅમને મટાડી દે છે. બાકી આ આખ્યાનથી પરીક્ષિત રાજન ! તને એટલું તો સ્પષ્ટ સમક્યું હશે જ કે ભગવાનનાં ચરણકમળ કદી દુષ્ટ જનોને લાધતાં નથી ! તેઓ તો “ભગવાનની માયામાં જ ગળાડૂબ રહે છે. અને દુષ્ટજનની કામના એક પછી એક નવી નવી જમ્યાં જ કરી છે. જ્યારે પ્રભુભકતોની કામના પૂર્ણ થયા કરે છે અને છતાં પ્રભુ એમની નિકટ જ રહ્યા કરે છે. કારણ કે એમનાં મન મૂળ પ્રભુમાં જ છે. કામના પૂર્તિ એમને મન ગોણ રહેતી હોય છે.”
મવંતર–કથા મૂળમાં ભગવત્તત્ત્વ રાખી મર્યસમાજને; ધર્માર્થે સ્થાપવા માટે, મનુ જન્મ યુગે યુગે.