________________
૧૯
હરિના રૂપમાં ભગવાને જન્મ લઈ શાહની ચૂડમાંથી ગાઁદ્રને મોક્ષ કરાવે.”
આ વિશે પરીક્ષિત રાજાએ ગજેન્દ્રમોક્ષની પ્રશંસનીય, પુણ્યમય અને શુભમંગલકારી કથા સાંભળવા ચાહી. જેમાં ભગવાન શ્રી હરિના યશનું મહાવર્ણન છે. એ વખતે સુતછ બેલ્યાઃ “હે શૌનકાદિ ઋષિઓ ! રાજા પરીક્ષિત આમરણાંત અનશન કરીને જ આ કથા સાંભળવા બેઠા હતા. એટલે તેમના જ પ્રેરાયેલા શુકદેવજી આનંદપૂર્વક એ કથા કહેવા લાગી ગયા.”
ગજેન્દ્રમાક્ષ પ્રવૃત્તિ ને નિવૃત્તિ છે, તેમ આપત્તિ સંપદા; બન્નેમાં સમતા સાધી, પ્રભુલીન બને સદા. ૧ તે યોગક્ષેમની ચિંતા સેજે પ્રભુ કર્યે જતા; જે સ્વચ્છેદ અહંતા ને–રાગદેષ નહીં થતાં. ૨
શુકદેવજી બોલ્યાઃ “પરીક્ષિત ! ક્ષીરસાગરમાં એક ત્રિકૂટ નામને મોટા અને ઊંચો પર્વત હતો. તે પર્વતનાં ચાંદી, સેના અને લેઢાંના શિખરે હતાં. એ શિખરો એમેર જાણે ઝગારા મારતાં હતાં. વચ્ચેની સપાટ જમીન પર પણ રત્નની ખાણ અને રંગબેરંગી ફૂલોવાળા બગીચા અને સરોવર હતાં. ગુફાઓ પણ મને હર હતી. ત્યાં જેમ વાઘ-સિંહ રહેતા તેમ આ સુંદર–સ્થળો પર રમ્યકડાઓ કરવા માટે દેવ-દેવાંગનાઓ પણ આવતાં. ખાસ કરીને તેમની રસિક ક્રીડાઓ ઋતુમાન ઉદ્યાન નામના અતિ સુંદર બગીચામાં સવિશેષ થતી. એમાં વિવિધ વૃક્ષો પણ હતાં. તે બગીચામાં પણ એક મનોરમ્ય સરેવર હતું. જેમાં સોનેરી કમળ ખીલેલાં રહેતાં.