________________
४०
એ વાતને કે સુયોગ્ય સંતતિ જન્મી ! અને દુઃખ એ વાતનું કે આવા પવિત્ર કર્દમ ઋષિ આગળ મેં મારી આવી જાતની વાસનામય કામના કેમ રજૂ કરી ? ઋષિ તરત તે વાત પામી ગયા અને કહ્યું : “આમાં દુઃખ માનવાનું કહ્યું કારણ નથી. ભગવાનની મહાન કૃપાથી જ તમોને વાસનામય કામના થયેલી. હજુ થોડું આપ વ્યક્તિગત તપ વધારે અને પછી જોઈ શકશો કે ખુદ ભગવાન પોતે જ આપના ગર્ભમાં પધારશે.” આટલું સાંભળતાં જ દેવહૂતિજી તે પ્રસન્ન પ્રસન્ન થઈ ગયાં અને વાસના જે ધર્મવિહીન હોય તો પાડે છે, તેમ ધર્મસહિત હોય તે ચઢાવે પણ છે અને ક્રમેક્રમે આપોઆપ તે ક્ષીણ પણ થાય છે જ તે રહસ્ય તેમણે આ અનિવાણમાં પ્રત્યક્ષ અનુભવ્યું. દેવહૂતિને ભગવાન સિવાય હવે જગતમાં કશું જ દેખાતું નહેતું અને ખરે જ પરમ પ્રસન્ન મુખમુદ્રા કરીને મૈત્રેય મુનિએ ભક્ત વિદુરજીના આલાદમાં વૃદ્ધિ કરતાં કરતાં કહી નાંખ્યું : “. મઋષિને ગે ઋષિપત્ની દેવહૂતિને ગર્ભમાં ખુદ ભગવાન પધાર્યા. એ પુત્રનું નામ “કપિલ' પડયું. નવ કુમારીઓનાં નામ ક્રમશઃ આ હતાં: (૧) કલા (૨) અનસૂયા (૩) શ્રદ્ધા (૪) હવિભૂ (૫) ગતિ (૬) ક્રિયા (૭) ખ્યાતિ (૮) અરુન્ધતી અને (૯) શાન્તિ હતાં અને તેમના પતિઓનાં નામ ક્રમશઃ આ હતાં : (૧) મરીચિ (૨) અત્રિ (૩) અંગીરા (૪) પુલત્ય (૫) પુલહ (6) ક્રતુ (૭) ભગુ (૮) વશિષ્ઠ અને (૮) અથર્યો. આથી સૃષ્ટિકર્તા બ્રહ્માજી પણ ખુશ ખુશ થઈ ગયા. કારણ કે આદર્શ ગૃહસ્થાશ્રમને આદર્શ આવાં ઋષિઓ અને ઋષિપનિીઓ સિવાય બીજુ કોણ આપી શકે ? એ જ રીતે મનુપુત્રી દેવહૂતિની કૂખે જે કપિલમુનિ આવ્યા તેઓ માયામ ભાન ભૂલેલાં સંસારી મનુષ્યોને સાચું અને વ્યવહારુ તાવજ્ઞાન શીખવવાના (આ કાળમાં આ ભૂમિ પર) મહાન નિમિત્ત રૂપ બની ગયા. માટે જ એ કપિલ ભગવાન તરીકે પંકાયા.