________________
૧૩૨ ભગવાન અને ઋષિમુનિની ઈચ્છા મુજબ હે ઈંદ્ર ! તું તારું વજ ખુશીથી ચલાવતું નથી ? એથી તો મને ધન્યભાગી મૃત્યુ લાધી જશે. આ મૃત્યુની બીજાને કદર ભલે ન હે, પણ મને તે પૂરેપૂરી કદર છે જ.એમ કહી તે પ્રભુપ્રાર્થના કરવા લાગી ગયું :
“મારાં મન અને વાણી સદાય એકમાત્ર આપની સેવામાં જ છે. હું આપ સિવાય, સ્વર્ગ અને ભેગપભોગે તે શું ખુદ મોક્ષનીયે પરવા નથી કરતો. મને જન્મ-મૃત્યુ-જરા અને રોગોનીયે ચિન્તા નથી. માત્ર આપના વૌરીઓથી મને દૂર રાખજે અને આપના પરમ ભક્ત સાથે મને સદાને માટે મેળવી આપજે. જેમાં દેહ ગેહાદિમાં મોહગ્રસ્ત છે, તેવા આપના અભકતથી મને સદાને માટે વેગળો રાખજે.” જગતમાં આ વખતે ત્રેતાયુગ બેસી ગ હતો. વૃત્રાસુર અને ઈદ્ર વચ્ચેનું વિરચિત અને ધર્મચર્ચા કરતાં કરતાં સારી પેઠે પરસ્પર યુદ્ધ ચાલ્યા કર્યું. એક વાર તે વૃત્રાસુર, અરાવત હાથી સાથે ખુદ દેવતાઓના ઇંદ્રને અજગર સાપને ગળે, તેમ ગળી પણ ગયે, પરંતુ નારાયણકવચને આધાર હોવાથી આબાદ રીતે એમાંથી ઊગરી ગયા. અને છેવટે વૃત્રાસુર ભૂમિ પર પટકાઈ પડ્યો. આ વખતે મહર્ષિઓ સહિત ગાંધર્વો વગેરે સૌએ ઇંદ્રવિજય પર પુષ્પવૃષ્ટિ કરી. બીજી બાજુ વૃત્રાસુરનું અંતર તેજ ખુદ ભગવાનમાં વિલીન થઈ ગયું. અને સૌ જિજ્ઞાસુઓએ આમ થતું સ્પષ્ટ જોયું–અનુભવ્યું”
ઈન્દ્રનું પ્રાયશ્ચિત્ત
ન્યાય રક્ષા અનિવાર્ય, સ્વરથ સમાજ સ્થાપવા; કિન્તુ થયેલું જે એથી, તે સ્થળ-પાપ ટાળવા. ૧