________________
જડભરત રહૂગણુ તત્ત્વસંવાદ
આત્મામાં સ્થિર ન થાય, કાયમી જ્યાં લગી મન;
ત્યાં લગી મન માયામાં, વળગ્યું રે ચિરંતન. ૧ વાતે અધ્યાત્મની છે ને! ઊંડી ને હું ઘણી મહીં; તે ઉપરછલી ને, બુદ્ધિ સ્તરે રહે તિહાં. ૨
રાજા રહૂગણને ઉદ્દેશીને પિલા અવધૂત બ્રાહ્મણ કહે છે : “ખરું કહું ? તારામાં રાજસત્તાનું અભિમાન આવ્યું, એટલે તે સારાસારનો વિચાર ગુમાવી દીધું અને આવા પ્રકારનું દુર્વર્તન કરી નાખ્યું ! મને તે તેને કોઈ હરખશેક નથી અને હું પણ તારા દેશે કેમ દૂર થાય, તે અંગે જરૂર વિચારી રહ્યો છું અને વિચારીશ. પણ તારે એ પણ સમજવું જોઈએ કે જ્યાં લગી પરમાર્થતત્વની યથાર્થ જાણકારી થતી નથી, ત્યાં લગી માણસ ભલે પિતાની તાર્કિકબુદ્ધિથી મોટી મોટી આધ્યાત્મિક વાત ડહોળ્યા કરે, પણ એવા વાણીવિલાસથી વિકાસમાર્ગની દિશામાં એકડે મંડાત નથી જ ! પરમાર્થતત્ત્વનું યથાર્થ જ્ઞાન ન થાય ત્યાં લગી માણસ બહુ બહુ તો શુભ કર્મો કરે છે. વેદોમાં પણ કર્મકાંડ ઉપર ખૂબ જોર અપાય છે. તેનું કારણ સ્વર્ગ લાલસા અથવા ભૌતિક લાલસા જ છે. જ્યાં લગી ભૌતિક લાલસાને મસાલે જ માનવીના ઊંડાણમાં ભરેલો છે, ત્યાં લગી એવો માનવી ખુદ ઉપનિષદો વાંચે, તે પણ તેને સાચું અને મૌલિક તત્ત્વજ્ઞાન એ નિમિત્તે પણ થતું જ નથી. માટે સૌથી પહેલાં તે આ માયાવાળા મનને ચેતન સાથેના પિતાના અનુસંધાનને ભલે નાને સરખે પણ જાતઅનુભવ કરાવવો જોઈએ. તે મન ત્રિગુણાતીતપણાને પણ સમજવા તૈયાર થઈ શકે. બાકી તો એ (મન) બાપડું સત્વ, રજ અને તમોગુણથી યુકત એવી માયામાં