________________
પૃથુ-અચિને પુણ્ય પુરુષાર્થ ન વીરતા વિના મેક્ષ, હેવી સજ્ઞાન તે ઘટે; સજ્ઞાન-તપ અર્થે તે, પૂર્ણ સંન્યસ્ત જોઈએ. ૧ બીજી ન સાધના સ્ત્રીને, ખપે માત્ર સમર્પણ ધર્મકાત્યર્થ જેથી તે, અને માધ્યમ ઉત્તમ. ૨ ગૃહસ્થ નર-નારીય, અવશ્ય મોક્ષ પામશે; બને અનુસરે જે તે, કાતિ પ્રિય સંતને. ૩
મુનિ મિત્રેયે વિદુરજીને ઉદ્દેશીને આગળ વધતાં કહ્યું: “આ પ્રમાણે મોટા મનવાળા પ્રજાપતિ શ્રી પૃથુ મહારાજાએ સ્વપરકોય માટે એકબાજુ સૌ પ્રજાજનો તથા પ્રાણિજનોને એક આદર્શ નૃપતિ તરીકે રોજી, રોટી, સલામતી અને શાન્તિનું સુખ ઋષિમુનિઓના આશીર્વાદથી આપવા માટે પૂરેપૂરે પુરુષાર્થ કર્યો. તે જ રીતે બીજી બાજુ ધર્મ–ક્ષના પુરુષાર્થની દિશામાં આગળ વધવાનું નકકી કરી પિતાનાં ધર્મપત્ની સાથે તે કાળને અનુરૂપ બની તપોવન તરફ પ્રયાણ કર્યું હતું. તેઓએ વનમાં પણ વાનપ્રસ્થાશ્રમ રૂપી આશ્રમનું યથાર્થ રીતે આચરણ કર્યું. પ્રથમ પ્રથમ ફલથી, પછી પાંદડાથી, પછી માત્ર પાણુ પર અને પછી માત્ર વાયુ પર રહેવા લાગ્યા. જે વીરતા બહાર બતાવેલી, એ જ વીરતા એમણે ભીતરના દુશ્મન કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર પર વાપરી. પ્રાયઃ તેઓ મૌન રાખતા અને બહારની ઘેર તપસ્યાની સાથેસાથે પૃથુ રાજાએ આંતરિક તપસ્યા પણ ઘણું જોરદાર રીતે કરી. સહજ સંયમ પરિપૂર્ણપણે સાધી લીધો. એમનું ચિત્ત સંપૂર્ણપણે શુદ્ધ થયું. અહંતા–મમતા વિશ્વમયતામાં લયલીન બની ગઈ. જડ-ચેતનનું ભેદવિજ્ઞાન હસ્તામલકત બની ગયું.