________________
૩૩
સિદ્ધિ અને પ્રાણુને આયામ જરૂરી છે. ઇંદ્રિયાને વશ રાખવી પણ અનિવા`પણે જરૂરી છે. પછી આ બધું જ વિરાટ સમષ્ટિના અંગ રૂપ વિશ્વ છે, તેવી ધારણા કરવી જોઈએ, મતલબ કે જો પિંડે સા બ્રહ્માંડ' એ હકીકત રૂપ નગદ સત્ય છે. માનવ એ વિરાટનું નિવાસસ્થાન છે, એમ માનવું જોઈએ. પરીક્ષિતજી ! વિરાટ ભગવાનનું આ સ્થૂળ શરીરવન છે. બુદ્ધિ દ્વારા મનને સમજાવી આ સ્થૂળ રૂપમાં સ્થિર કરવું જરૂરી ગણાય, અને શરીરની અનિવાર્ય જરૂરયાતા રાખીને ખીજી છેડી દેવી જોઈએ. અનિવા` જરૂરિયાતામાં પણ માનવે સાદાઈમાં ભવ્યતા અને સંયમમાં આનંદ ખાળવા જોઈએ. ભગવાન પર અનન્ય પ્રેમમય ભક્તિ ન સધાય, ત્યાં લગી ભગવાનના સ્થૂળ રૂપનું જ મુખ્ય ચિંતન કરવુ. ઘટે.નિન બુદ્ધિથી મન વશ કરી અંતરાત્મામાં અને પછી પરમાત્મામાં સાધક સ્થિર થઈ જાય ! આમાં જ સાચી કૃતકૃત્યતા છે. આમ થવાથી ત્રિગુણાતીત સહેજે થવાય છે. ખરેખરે તે શ્રીકૃષ્ણ તરફ અનન્ય પ્રેમ એ જ સશ્રેષ્ઠ ધર્મ છે.” આટલું કહીને સૂત-શૌનક સંવાદ યાદ કરી કરીને શુકદેવ મેાલ્યા : “બ્રહ્માને પ્રભુએ કહ્યું અને બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદ ઋષિને કહ્યું. ભગવાનના લીલામય અવતારાનું વર્ણન કર્યું. સામાન્ય રીતે પુરાણામાં દસ અવતારાનું વન આપે છે. પણ અહીં સરળતા માટે હું ચાવીસ અવતારે વવું છું. (૧) પહેલા અવતાર ચાર સનકાદિરૂપ લઈને ઋષિઓને ભુલાયેલું જ્ઞાન પ્રથમ જ તાજું કરાવ્યું (૨) ધર્માંરાજનાં પત્નીના ગર્ભમાં તપસ્વીરૂપે નર-નારાયણ થયા. (૩) ધ્રુવ (૪) પૃથુરાજ (૫) ઋષભદેવ (૬) હયગ્રીવ (છ) મત્સ્યાવતાર (૮) કચ્છપાવતાર (૯) નૃસિંહ (૧૦) વામનાવતાર (૧૧) હંસાવતાર (૧૨) મનુ અવતાર (૧૩) ધન્વંતરી (૧૪) પશુરામ (૧૫) રામ (૧૬) કૃષ્ણ તથા બુદ્ધુ અવતાર વગેરે ચાવીસ અવતારાનું વર્ગુન અહીં સાવ ઇશારા રૂપે કર્યું છે.
પ્રા. ૩