________________
૨૧
પ્રણામ કરીને હું ભગવાનની લીલાઓનું નિર્ભીકપણે બાળક ઢાવા છતાં ક્રીન અને સ્મરણ કરવા લાગી ગયેા. મારી સ્પૃહા, મદમત્સર ચાલ્યાં ગયાં. મારી આસક્તિ ટળી ગઈ. હું બસ, એકમાત્ર કૃષ્ણપરાયણ બન્યા. અને પ્રેમથી મૃત્યુ આવ્યા બાદ આ દિવ્ય ભાગવત(ભગવાનના પાદ)રૂપ શરીર મળી ગયું, આ વીણા ખુદ્દ ભગવાને દીધેલી છે. તે સાથે લઈને રાકટાક વગર સત્ર આખાયે જગતમાં હું વિયરું છું. ભગવાન મારા હૈયામાં આવી સતત દ ન આપે છે. આપના આત્મસંતાષને પણ આ એક જ (ભાગવતની) થા) ઉપાય છે. જગતના અહંકારી અને વિષયી માનવાના ઉદ્દારના પશુ આ જ ઉપાય છે.” એમ ખેલી નારદજી વિદાય થયા.”
જ્યારે શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું : તજી ! નારદર્મ્યાનએ પ્રેરણા પણ આપી અને આમેય વેદવ્યાસજી સ્વયં જ્ઞાની છે તા તેઓએ નારદમુનિના પધારી ગયા બાદ શું કર્યું. '
ત્યારે સૂતજી ખાલ્યાઃ “આપ સૌની જિજ્ઞાસા જોઈ મને પણ આ વાત કહેવાનું મન થઈ જાય છે. સાંભળેા. બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમ કિનારા ઉપર શમ્યાપ્રાસ નામનેા એક આશ્રમ છે. ત્યાં વારવાર ઋષિઓના યજ્ઞા થયાં કરતા હોય છે. એટલામાં જ ચારે તરફ ખેરડીઓનાં વનની બાજુમાં વ્યાસજીનેા પેાતાના પણુ આશ્રમ છે. ત્યાં તેઓ પ્રથમ તે એકાગ્રતાથી ખેસી ભક્તિભાવમાં લીન બની ગયા. કારણ કે માયાની સાથે રહેવા છતાં બચવાનું સાધન એકમાત્ર ભક્તિયોગ જ છે. તેથી પરમહંસેાની સંહિતારૂપ તેઓએ આ ભાગવત પુરાણુ રચી કાઢવું, જે સાંભળતાં જ શ્રીકૃષ્ણ ભગવાન તરફ આપે આપ ભક્તિ જાગી જાય છે, જેથી શાક, મેાહુ અને ભય નષ્ટ થઈ ાય છે. તેમણે સૌથી પહેલાં આ મહાન શાસ્ત્ર એમના પુત્ર શુકદેવજીને ભગુાવ્યું. શુકદેવ સ્વયં જ્ઞાની છતાં ભગવાને જ તેને આ ગ્રંથ ભણવા પ્રેર્યા હતા.’’