________________
૨૮
શકે. છેવટે કલિયુગે પિતાનું સ્થાન માગ્યું. અને તે રીતે પરીક્ષિત રાજાએ (૧) જગાર (૨) દારૂ (૩) સ્ત્રીસંગે સ્પષ્ટ થતા દૂરાચાર અને (૪) હિંસા, જેમાં ચાર પ્રકારના ક્રમશઃ દોષે છેઃ (૧) અસત્ય (ર) મદ (૩) આસક્તિ અને (૪) નિર્દયતા. મતલબ કે આ જતના આ ચાર દૈષવાળાં જ સ્થાને તારે યોગ્ય છે તેમ કહ્યું, કલિયુગે
જ્યારે વધુ એક સ્થાન માગ્યું ત્યારે (૫) સોનું બતાવાયું. આમકલ્યાણની ઈચ્છાવાળાએ એ પાંચેય સ્થાનેથી અળગા સદાય રહેવું અને ધર્મલક્ષી રાજાએ, પ્રજાવર્ગના સાચા સેવકે અને ધર્મોપદેશકે તે આનાથી દૂર રહેવું; એટલું જ નહીં જનતાને પણ એ અધર્મથી બચાવી જ લેવી.”
ષિપ્રવર સતજીએ કહ્યું : “ભગવાન કૃષ્ણની ચિરવિદાય પછી જ કલિયુગનો પ્રભાવ ઊભો થયેલે અને ફેલાવા લાગે. પરંતુ જુગાર, દારૂ, વ્યભિચાર અને હિંસા ઉપરાંત બસોનું એ પાંચ સ્થાનમાં જ કલિ રહેવા લાગ્યું, જેથી રાજા પરીક્ષિતજીને થયું-“આ પાંચમાં ફસાનાર જન)માં જે કલિ રહેતો હોય, તો એ ભજનમાં ને રહેતે !”—એટલે પરીક્ષિત રાજાએ એક અર્થમાં નચિંતતા પણ અનુભવી. કારણ કે પરીક્ષિત રાજાનું ચિત્ત ભગવાન કૃષ્ણના ચરણમાં સંપૂર્ણપણે સમર્પિત થઈ ચૂકયું હતું.”
પરીક્ષિતને શ્રાપ
ક્યારેક ઈષ્ટ–નેન્ટોના, ગણે છુપાઈને રહે; માટે જ ઈષ્ટ–નેમાં, ભેદ ન જ્ઞાનીઓ જુએ. ૧ તેમાંય જે અનિષ્ટનું, બને નિમિત્ત ભક્ત કે', તે છે ત્યાં ગૂઢ સંકેત, નિસર્ગને માનજે ભલે. ૨