________________
૨૫ સેન, યમુનાતટવતી પ્રદેશ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મય, સારસ્વત, મરુધવું વગેરે પ્રદેશો વટાવી સૌવીર અને આભીર પ્રદેશની પશ્ચિમે આનર્ત દેશમાં શ્રીકૃષ્ણ આવ્યા. રસ્તામાં તેમને ખૂબ ભેટ મળી. છેડા તો થાકી જ ગયા હતા. દરસ્તામાં જ્યાં જ્યાં જલાશ આવ્યાં,
ત્યાં ત્યાં તેઓએ ઊતરીને સંધ્યાવંદનક્રિયા વગેરે કર્યું જ હતું, પાંચજન્ય શંખ વાગતાં જ દ્વારિકાવાસી ધન્યભાગી પ્રજા નાચતી નાચતી પિતાના સ્વામીને સામે લેવા ગઈ. મધુ, ભોજ, દશાહ, અહં, કુકુર, અંધક અને વૃષ્ણિવંશી યાદવો વીર હતા. સ્વાગત માટે દ્વારિકામાં શણગારને પાર ન રહ્યો. સત તથા માગધ બંદીજનોએ સ્તુતિગાન (બિરદાવલી) કર્યું. દેવકી આદિ સાતેય વસુદેવપત્નીએને જેવા વંદન કરવા કૃષ્ણ પાસે ગયા કે તરત તેમને ગોદમાં બેસાડી જ દીધા. વાત્સલ્ય-ઝરણુઓ તેમનાં સ્તનમાંથી સહેજે કૂટવા લાગી ગઈ. વસુદેવજીને ચરણે પડી પ્રભુએ આશીર્વાદ લીધા, ત્યાં તો સોળહજાર એકસો આઠ રાણીઓ રાજી રાજી થઈ ગઈ. તેઓનાં મુખ અને લચને લજિત થયાં. છતાં પ્રથમ મનથી, પછી આંખોથી અને છેવટે પુત્રાના બહાનાથી ધરાઈ ધરાઈને આલિંગન કર્યું.
આવું નજરોનજર જોઈ જેઓ કામીજનો હતા તેઓ તો ભગવાન શ્રીકૃષ્ણને પણ અતિકામી અને અતિ આસક્ત જ માની લઈ, ટીકા કરવા લાગી ગયા. કેવી સાશ્ચર્ય મૂ ખંતા છે ! પણ એમાં એમને શો વાંક ? કારણ કે ખુદ સોળ હજાર એકસો આઠ રાણીઓ જ એમ સમજી ગઈ કે દુનિયામાં ભલે આ ભગવાન ગણતા હોય ! પરંતુ અમારા નેત્રકટાક્ષથી (જુઓને 2) કેવા પાણી પાણી થઈ જાય છે! બસ જગતની આ જ નવાઈ છે કે જેવી દષ્ટિ હોય તેવું જ આસકત માનવીઓ-પછી ગમે તેવા શુદ્ધ પવિત્ર ગણતાં હેય કે પવિત્રતા માટે આમ કરીએ છીએ એમ કહેતાં હેય પણ સાચા અનાસક્તને પણ તેઓ-આસક્ત માનીને જ ટીકટપણું અને