________________
અgs,૫
એકાગ્ર જિજ્ઞાસુસુયોગ્ય શ્રોતા, બને હશે ભાગવતી કથામાં. ૧
અનુષ્યપ તે તે કથા પરિણામે, ત્યાગ ને તપ પ્રેરશે; ભક્તિ કમ તથા જ્ઞાન–જાવી મોક્ષ-અપશે ૧
ન રદમુનિને સનકાદિ ઋષિઓએ ભાગવત–સપ્તાહ શ્રવણને વિધિ બતાવતાં કહ્યું : “ભદ્ર, વ્યતિપાતાદિ કાળે વજીને ભાગવત સપ્તાહ (૧) ભાદરવો (૨) આસે (૩) કાર્તિક (૪) માગસર (૫) અષાઢ અને (૬) શ્રાવણ એમ છ માસમાં પ્રાયઃ કરવું. આ કથામાં વાતાવરણ જમાવવા માટે વધુમાં વધુ જિજ્ઞાસુ સજજને ભેગા થાય એમ કરવું. કથાની ભૂમિ પણ પવિત્ર અને કળાપૂર્ણ હોવી જરૂરી છે. વકતા અને શ્રોતા વચ્ચે પૂર્વ દિશા આવે તો સારું. ઉચ્ચ કેટિના ચારિત્ર્યવંત બ્રાહ્મણો પણ કથામાં આવે જ. વિરક્ત અને વિષ્ણુભક્ત કથા વાંચે, તે ઠીક ગણાય. પંડિતાઈ ભલે ઓછી હેય પણ ચારિત્ર્ય સારું હેય, આસ્તિકતાને પ્રેરે તેવી વક્તાની વાણું હેવી જોઈએ. ભગવાન કૃષ્ણનાં પ્રતિમાજીનું પ્રતિષ્ઠાન, શ્રોતાઓની અંતઃકરણની આરજૂ ભરી પ્રાર્થના થયા બાદ ભાગવતના વક્તાશ્રીનું પણ ખારૂં સન્માન કરવું ઘટે. સાતેય દિવસ ભાગવતકથામાં પ્રાયઃ હાજર રહેવાનું વ્રત લે અને પાળે, તે જ પ્રમાણે છેડા ચારિત્ર્યશીલ અને સુશિક્ષિત બ્રાહ્મણ દ્વારા નિર્વિને ભાગવતકથા પૂરી થાય તેવો જાપ કરાવે, જે શ્રોતા તથા બીજા લેકે, ધન, સંપત્તિ, ઘર અને પુત્રાદિની ચિંતા છોડી અડગ એકાગ્રતાથી ભાગવત કથા સાંભળે, તેને ઊંચામાં ઊંચું શ્રવણ ફળ મળે. ભાગવત–સપ્તાહ સારી રીતે પાર પડે, માટે શ્રોતા-વક્તા વગેરેએ અપાહાર જ લેવું. દિવસને મેટો ભાગ કથાવચન–શ્રવણમાં જ જોઈએ. અને કથાથી