________________
ગાકણું ઉપાખ્યાન કુછોરુવંત માબાપ ! કરતાં વાંઝિયાં સુખી; કિંવા હે સંતતિ એવી, જે તારે પેઢીઓ ઘણી. ૧ અધમી કે અતિપાપી, સી તરે એકસામટાં, એવી આ યુગમાં આપે, ભક્તિ ભાગવતી કથા ૨ સુતજી વઘાઃ “સનકાદિક ચાર બટુક મુનિએ નારદમુનિને
“આ દુનિયામાં કોઈ એવો અધર્મ કે કઈ એવું પાપ નથી કે જે ભાગવત સપ્તાહ યજ્ઞથી દૂર ન થઈ શકે ! એમ કહીને તેઓએ એક પ્રાચીન કથા કહેવા માંડી :
તુંગભદ્રા નદીને કાંઠે એક સુંદરનગર હતું. ત્યાં શ્રૌત–સ્માર્ત, બંને કર્મમાં નિપુણ એક બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ આત્મદેવ. આત્મદેવને ધુંધુલી નામની હઠીલી સ્ત્રી હતી. બાળક ન હોવાથી બન્ને જણ (દંપતી) દુઃખી દુઃખી રહેતાં હતાં. તેવામાં આત્મદેવને એક નિઃસ્પૃહી સંન્યાસી મળ્યા. તેમની પાસે આત્મદેવે રડીને માગ્યું : “આપની કૃપાથી મને એક બાળક થાય.” તેમણે આત્મદેવને સમજાવ્યું: “બાળકવંત કરતાં નિ બાળક રહેવું તે વધુ સારું છે.' પણ એ વાત કાઈ રીતે આત્મદેવજી બ્રાહ્મણને ગળે ન ઊતરી, એટલે એક ફળ આપ્યું. તે ફળ હઠીલી ધુંધુલીએ પિતે ન ખાતાં ગાયને આપ્યું અને પિતાની બહેનનું બાળક પિતે રાખ્યું અને અંટસંટ સંભળાવી–બનાવીને પિતાની બહેનને ધાવ માતાની જેમ પોતાના જ ઘરમાં રાખવાની પિતાના ભેળા પતિની સંમતિ મેળવી લીધી. હવે આ ગાયના પેટે માનવબાળક જગ્યું. તે હતું સર્વાંગસુંદર દિવ્ય, નિર્મળ અને સોનેરી શરીરવાળું સહામણું. બ્રાહ્મણે આ બાળકનું નામ રાખ્યું