________________
માણે છે. કુમારાવસ્થામાં નિર્દોષ ગોપીઓની ગોઠડી સાધી નરનારી વચ્ચેના અભેદામૃતની દુનિયા વ્રજમાં અને વૃંદાવનમાં ખડી કરી દે છે. કદાચ આ જ કારણે ‘વ્યાસે છિછું જગત સર્વ આખુંયે વિશ્વસાહિત્ય વ્યાસની એઠરૂપે બની ગયું હશે! અને એવા સાહિત્યસ્વામી વ્યાસજીને પણ ભાગવત લખીને જ હાથ ધોઈ નાખવા પડ્યા જણાય છે ! અનુકરણ–પાત્ર એવા રામાયણનું યુગાનુરૂપ રસપાન કર્યા પછી જેમ ગુરુગમ સાથે રાખી વાંચવા જેવા મહાભારત ગ્રંથરહસ્યને નવી રીતે જો તેમ હવે ગુરુગમ સાથે રાખી ભાગવતને પણ જોઈ લઈએ. એક અર્થમાં જે જ્ઞાનગરૂપ રામાયણ ગ્રંથને ગણીએ તો મહાભારત ગ્રંથ કર્મગ રૂપ છે, છે. અને ભાગવતને ગ્રંથ હવે ભક્તિ
ગરૂપ છે. જેમ ભક્તિના પાયા વિના જ્ઞાન અને કર્મ યોગરૂપ ન બનતાં માત્ર શુષ્કતા અને વેઠ વધારનારાં બને છે, તેમ જ્ઞાન અને કર્મના સહારા વિના ભક્તિ માત્ર વેવલાપણને ડાળ બની રહે છે. એટલે જ જીવનનાં આ ત્રણેય પાસાંઓથી સમગ્ર જીવન બને છે. એટલું જ નહીં બલકે સળંગ જીવન અને સમસ્ત જીવન અથવા વ્યક્તિમાંથી જ સમષ્ટિ જીવન પણ બને છે. આમ તો જોકે ભક્તિને પાયો જીવનમાં સમગ્ર પાસાંઓમાં મજબૂતપણે રોપાઈ જ જોઈએ. પછી જ જ્ઞાન અને વૈરાગ્ય કિવા જ્ઞાનયોગ અને કર્મયોગનો આદર થવા જોઈએ. એમ છતાં કેટલીક વાર જ્ઞાન અને કર્મને વોગિક તાલીમ મળ્યા પછી જ ભક્તિ સાર્થક થાય છે, એ રીતે ગીતા ઉપરાંત રામાયણ અને મહાભારત અભિનવરૂપે લખાયા પછી જ આ ભક્તિગ્રંથ ભાગવત લખાય તે પણ સહેતુક જ છે.
ભાગવતી ભક્તિમહિમા જ્યાં ભાગવત સપ્તાહ-પારાયણ થતાં રહે; ત્યાં વિરાજી જતા આવી ખુદ શ્રીકૃષ્ણ આખરે