Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
તેમના ઉત્સાહી શિષ્યરત્ન કવિકુલતિલક શતાવધાની પન્યાસજી મહારાજ શ્રી કીર્તિવિજયજી ગણિએ (હાલ આચાર્ય શ્રી વિજય કીર્તિચંદ્રસૂરિજી) જે દીર્ધદષ્ટિ દેડાવી એ નેને સંગ્રહ ન કર્યો હોત તે આ કામ ભાગ્યે જ બની શક્યું હોત, એટલે આ ગ્રંથપ્રકાશનના શ્રેયમાં તેમને ફાળે અગત્યને છે
થી હરકીશનદાસ ઝવેરી-પાર્લાવાળાએ આ વ્યાખ્યાને લખવામાં સારો એવો પરિશ્રમ ઉઠાવે છે, તેમને પણ આ પ્રસંગે કેમ ભૂલાય?
સંગ્રહિત ધેને વ્યવસ્થિત કરવાનું કામ સં. ૨૦૧૫ના મુંબઈ -કેટ ચાતુર્માસમાં મને સોંપાયું. એને હું મારું અહોભાગ્ય સમજું છું. એ કાય મેં નિષ્ઠાપૂર્વક પૂરા પરિશ્રમથી કર્યું છે અને તેમાં મને ઘણો આનંદ આવ્યો છે. મેં આ વ્યાખ્યાનના વિષથ ગાઠવ્યા છે, આગળ-પાછળ કહેવાયેલી હકીકતેને કમબદ્ધ કરી છે અને કેટલીક જગાએ સંસ્કરણ પણ કર્યું છે, પરંતુ એમ કરતાં તેમની શૈલી કે તેમના કહેવાના આશયને બાધ ન આવે તેની પૂરતી કાળજી રાખી છે. ઉપરાંત પાઠોને વિષય સમજવામાં સરલતા પડે તે માટે કેટલીક ને પણ આપી છે.
આ વ્યાખ્યાનનો મુખ્ય વિષય આત્મતત્ત્વ છે અને તેનાં અનુસંધાનમાં જ કર્મ અને ધમને વિચાર કરવામાં આવ્યો છે, એટલે
આત્મતત્ત્વવિચાર? એ નામ સાર્થક છે. હું આશા રાખું છું કે ભૌતિકવાદની ભ્રમણામાં પડેલા અનેક મનુષ્યને તે અધ્યાત્મને ઉમદા સંદેશો આપશે અને તેમના જીવનમાં વિકાસની કુંકુમ પગલીઓ પાડશે.
તા. ૨૪-૭-૬૦ ૧
મુંબઈ
સંસેવક, ધીરજલાલ ટેકરશી શાહ