Book Title: Aapviti
Author(s): Dharmanand Kosambi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 8
________________ અનુવાદકનું નિવેદન શ્રી. ધર્મનન્દજીના મરાઠી આત્મચરિત્ર “નિવેદન ”નું ગુજરાતી ભાષાંતર કરવાનું જ્યારે મને સૂચવવામાં આવ્યું ત્યારે મને ખાતરી નહોતી કે એ કાર્ય મારાથી બની શકે. મુંબઈ છેડયા પછી મરાઠી ભાષાનો ચાલુ પરિચય ન રહ્યો હોવાથી આ કામ માથે લેવા મારા મનને આનાકાની હતી. પણ પુસ્તક વાંચ્યા પછી ભાષા ધાર્યા કરતાં સહેલી જણાઈ અને શ્રી. ધર્માનન્દજી જેવા એકનિષ્ઠ બુદ્ધાનુયાયીએ પોતાના ધ્યેયને ખાતર ઉઠાવેલ અસાધારણ પરિશ્રમ અને વીકેનું તેમણે સ્વહસ્તે લખેલું આ આત્મવૃત્ત જેમ જેમ હું વાંચતો ગયો તેમ તેમ હું તેમાં તલ્લીન થયા અને ભાષાંતરનું કાર્ય મારે માટે એક અપૂર્વ આનંદનો વ્યવસાય થઈ ગયું. વળી છાપવા આપતાં પહેલાં એક તજજ્ઞ મિત્રે તે આખું ધ્યાનપૂર્વક તપાસી આપ્યું છે. આ ભાષાંતર વાંચનારી આલમમાંથી શ્રી. ધર્માનંદજીના અપૂર્વ વિરાગ, બુદ્ધભક્તિ, પાલિનિષ્ઠા, દેશપ્રેમ તથા તેમની નિરભિમાન વૃત્તિનું અનુકરણ કરનાર એક પણ વ્યક્તિ નીકળશે તે હું મારો શ્રમ સફળ થયો માનીશ. બીજી આવૃત્તિ છાપવા આપતાં પહેલાં આખુંયે ભાષાંતર શ્રી. ધર્મનંદજી પાસે વાંચી જવામાં આવ્યું છે અને શરતચૂકથી રહી ગયેલી ભૂલો સુધારવામાં આવી છે. પંદર વર્ષ પછી પ્રસિદ્ધ થતી આ બીજી આવૃત્તિમાં ઉપસંહારનાં પાનાંઓમાં આ લાંબા ગાળા દરમ્યાનની તેમની પ્રવૃત્તિની ટૂંકી હકીકતનાં બે પાનાં ઉમેરવામાં આવ્યાં છે. ઉપરાંત શ્રી. ધર્માનંદજીએ સિલોનમાં રચેલું અને આજે પણ સિલેનમાં પ્રેમપૂર્વક ગવાતું “વૈશાખ મહિમા'નું કાવ્ય પરિશિષ્ટ તરીકે ઉમેરવામાં આવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 318