Book Title: Aapviti
Author(s): Dharmanand Kosambi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 7
________________ આગળ મૂકી નથી. તેમના મનમાં ઊંડે ઊંડે એક ભારે અસંતોષ રહ્યાં કરે છે કે, દ્ધ ભિક્ષુનું જીવન છોડી દઈ તેમણે ફરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો તેથી તેમને બૌદ્ધધર્મને મિશનરીનું ધગશભર્યું કામ છોડી પાલિને અધ્યાપકનું ઠંડું કામ કરવામાં જ સંતોષ માનવો પડે છે. હિંદુધર્મમાં સાધુ પાછો ગૃહસ્થાશ્રમમાં આવે તો પતિત ગણાય છે, બૌદ્ધધર્મમાં તેવી માન્યતા નથી. બૌદ્ધ સાધુઓ તેમના ધર્મ પ્રમાણે પ્રવજ્યામાંથી ગૃહસ્થાશ્રમમાં પરિવર્તન કરી શકે છે. આ “આપવીતી” લખવામાં પોતાના પ્રવાસનું વર્ણન જ મુખ્યત્વે આપવાને તેમનો હેતુ હોવાથી તેમણે પોતાની કુલપરંપરાની ઝાઝી વિગત આપી નથી. પુરુષાર્થ પ્રગટ કરનાર દરેક વ્યક્તિની કુલપરંપરા કઈ જાતની હોય છે એ જાણવાથી બહુ લાભ હોય છે. ધર્માનંદજીએ તે લાભ આપણને આપ્યો નથી. પોતાના પૂર્વજોની કીર્તિ ગાવી એને સમર્થ રામદાસે માણસનું એક દૂષણ ગણેલું હોવાથી તેમણે મૌન ધારણ કર્યું હશે. આપબળે જેણે પિતાની ઉન્નતિ સાધી છે, નાનપણથી જ એકાકી અને અસહાય રહેવાની જેને ટેવ પડી છે, તેના સ્વભાવમાં એક જાતની ઉગ્રતા આવી જાય છે. તેની વાતોમાં નિઃસ્પૃહતા અને કંઈક આગ્રહ પણ દેખાઈ આવે છે. નાનપણથી જ પ્રતિકૂળ પરિસ્થિતિ અને વિરોધ સામે લડવાથી જરા જરા વાતમાં “પેંતરો કરી ઊભા રહેવાની વૃત્તિ જાગૃત થાય છે. એ બધું સૂક્ષ્મ રૂપે આ “આપવીતી'માં આપણે જોઈ શકીશું. અને છતાં કેણ કહી શકે કે એ વસ્તુ વગર પણ જીવન અલૂણું ન થઈ પડે? દત્તાત્રેય બાલકૃણુ કાલેલકર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 318