________________
आगमसूत्र ०५
नमो नमो निम्मलदंसणस्स
મનવડું [માવતી]
आगम प्रकार ‘अंगसूत्र’
क्रम- ०५
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૮૬૯ છે, ગાથા ૧૧૪ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ વિશેષ છે, તેની તુલનાએ ગાથા ૧૩% જેટલા પ્રમાણમાં જોવા મળે છે.
આગમનો વિભાગ:
‘ભગવતી’અર્થાત્ ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. તેના ૪૧ વિભાગો છે જેને શતક કહે છે. આ શતકના ત્રણ પેટા વિભાગો છે ૧-વર્ગ,૨-શતક શતક, ૩–ઉદ્દેશા વળી શતકશતક કે વર્ગરૂપ પેટા વિભાગના પણ પેટા-પેટા વિભાગરૂપ ઉદ્દેશાઓ છે.
આગમનો મુખ્ય વિષય:
ચારે અનુયોગનો સમાવેશ થાય છે તેવા આ ‘ભગવતી' સૂત્રમાં પ્રચૂર વિષયોનો ખજાનો છે. દ્રવ્યાનુયોગરૂપે પ્રશ્નોત્તર શૈલીથી તત્વોની છણાવટ અને ૧૧ ગણધરો, રોહમુનિ, સ્કંદક, જયંતિશ્રાવિકા, સૌમિલબ્રાહ્મણ, કાલોદાયી વગેરે દ્વારા કરાયેલ પ્રશ્નો છે. અનેક કથાનકો પણ આ આગમમાં મળે છે. દેવાનંદા-ઋષભદત્તનો દીક્ષા અને મોક્ષનો અધિકાર પણ છે, દિવસ-રાત્રિના મુહુર્તોના ગણિતરૂપ ગણિતાનુયોગ પણ છે અને ગૌતમસ્વામીના દિનચર્યા, જમાલીનો દીક્ષા સંબંધી સંવાદ, નાગપુત્ર વરુણની અંતિમ સાધના વગેરેમાં ચરણકરણાનુયોગ પણ જોવા મળે છે.
સૂત્રના આરંભે અરિહંતાદિ પાંચને નમસ્કાર કરી, બ્રાહ્મી લિપિને અને પછી શ્રુતને પણ નમસ્કાર કર્યો છે. એ રીતે લિપિ અને જ્ઞાન બંનેની મહત્તા સ્થાપી છે.
વર્તમાન કાલે પ્રાપ્ત મૂળ આગમોમાં સૌથી મોટું કદ આ આગમનું છે.
આગમનું શ્લોક પ્રમાણ:
વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૭૭૫૨ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. ૪૫ આગમ-પરિચય-શ્રેણી [5]
[15]