________________
नमो नमो निम्मलदसणस्स વડસરળ વિતુ:શ૨]
आगम प्रकार 'पईण्गणसूत्र'
आगमसूत्र २४
क्रम- ०१ ।
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્ર છે જ નહિ, ગાથાઓ ૬૩ છે. એ રીતે આ આગમમાં માત્ર પદ્ય વિભાગ જ છે, ગદ્ય એટલે કે સૂત્ર વિભાગનું અસ્તિત્વ જ નથી.
આગમનો વિભાગ:
ચતુ:શરણ’ પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. સીધી ૬૩ ગાથાઓ જ છે.
આગમનો મુખ્ય વિષય:
ચરણકરણાનુયોગની મુખ્યતા કહી શકાય એવા આ “ચતુદશરણ' આગમના ફક્ત નામનો જ વિચાર કરીએ તો તેમાં ચાર શરણા’નો વિષય હશે તેવું લાગે, પણ સૂત્રકારે કરેલી પ્રતિજ્ઞા મુજબ અહી ત્રણ મુખ્ય વિષયો કહ્યાં છે- (૧) ચાર શરણાનો સ્વીકાર કરવો, (૨) દુષ્કૃત ગહ કરવી, (૩) સુકૃત અનુમોદના કરવી. વિરભદ્રગણિ રચિત આ આગમના આ ત્રણે વિષયોને વારંવાર ચિંતવવાના છે, જ્યારે મન શાંત હોય ત્યારે ત્રિકાળ આ ત્રણેનું ચિંતન કરવું અને મન સંક્લિષ્ટ પરિણામવાળું થયું હોય ત્યારે તો આ ત્રણેનું રટણ વારંવાર કરવું. આ આખા આગમને નજર સામે રાખીશું તો ઉક્ત ત્રણ વિષય ઉપરાંત સામાયિક આદિ છે આવશ્યકોની વ્યાખ્યા અને ૧૪ સ્વપ્નોના નામો પણ જોવા મળે છે. આ આગમનું બીજું નામ કુશલાનુબંધી અધ્યયન’ પણ છે.
આગમનું શ્લોક પ્રમાણ:| વર્તમાનકાળે આ આગમના ૬૩ શ્લોક વિદ્યમાન છે. (એ જ સ્પષ્ટ પ્રમાણ છે).
૪૫ આગમ-પરિચય-શ્રેણી [24]
[53].