________________
नमो नमो निम्मलदसणस्स
देविंदत्थव [देवेन्द्रस्तव] आगमसूत्र ३२ आगम प्रकार 'पईण्गणसूत्र'
क्रम- ०९
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્ર એકપણ નથી, ગાથાઓ ૩૦૭ છે. એ રીતે આ આગમ સંપૂર્ણપણે પદ્યમય એટલે કે ગાથાયુક્ત જ છે, તેમાં ગદ્ય વિભાગ છે જ નહી.
આગમનો વિભાગ:
દેવેન્દ્રસ્તવ' પ્રકીર્ણક આગમમાં કોઈ જ વિભાગ કે અધ્યયન કે ઉદ્દેશ આદિ નથી. તેમાં સીધી ૩૦૭ ગાથાઓ જ છે
આગમનો મુખ્ય વિષય:
દેવેન્દ્રસ્તવ' પ્રકીર્ણક આગમનો મુખ્ય વિષય ૩૨ (૬૪) ઇન્દ્રોનો અધિકાર છે. શ્રાવકપત્ની દ્વારા શ્રાવકને કરાયેલા પ્રશ્નના અનુસંધાનમાં શ્રાવક ઇન્દ્રોના નામ જણાવે છે. પછી ગાથા ૧૪ થી ૬૬માં ભવનપતિના ૨૦ ઇન્દ્રો, ગાથા ૬૭ થી ૮૦માં વાણવ્યંતરના ૧૬+૧૬ ઇન્દ્રો, ગાથા ૮૧ થી ૧૬૧માં જ્યોતિષ્કના, ગાથા ૧૬૨ થી ૨૭૩માં વૈમાનિકના ઇન્દ્રો વિષયક વર્ણન કરેલ છે, જે વર્ણનમાં ઇન્દ્રોના નામો, ભવનો, વિમાનો, સ્થિતિ, નગરો, પર્ષદા, અગ્રમહીષીઓ, બળ આદિ વિષયો કહ્યાં છે. આ આગમની ગાથા ૨૭૪ થી ૩૦૨માં ઇષત્ પ્રાશ્મારા પૃથ્વી અને સિદ્ધો વિષયક કથન છે. છેલ્લે ગાથા ૩૦૩ થી ૩૦૫માં જિનેશ્વરની ઋદ્ધિનું વર્ણન છે. આ આગમમાં ધ્યાનાકર્ષક વાત એ છે કે શ્રાવક માટે આગમવિ વિશેષણ વપરાયું છે આવો શ્રાવક વીર પ્રભુની સ્તુતિ કરી રહેલ છે અને શ્રાવકપત્ની તે સાંભળે છે. અને શ્રાવકપત્નીની જિજ્ઞાસા જાણીને શ્રાવક, ઇન્દ્રોના નામ અને ઋદ્ધિ આદિ વર્ણવે છે.
આગમનું શ્લોક પ્રમાણ:- અહી સ્પષ્ટ ૩૦૭ ગાથા છે, તે જ પ્રમાણ ગણતા ૩૦૭ શ્લોકપ્રમાણ આ આગમ છે.
' ૪૫ આગમ-પરિચય-શ્રેણી 32]
[69]