________________
नमो नमो निम्मलदसणस्स अनुयोगदार [अनुयोगद्वार] आगमसूत्र ४५ आगम प्रकार 'चूलिकासूत्र' क्रम- ०२ ।
આગમનું સ્વરૂપ:
આ આગમમાં સૂત્રો ૧૫ર છે, ગાથાઓ ૧૪૧ છે. એ રીતે આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વધુ છે, તેની તુલનાએ ગાથા ૯૩% જેટલા પ્રમાણમાં તો જોવા મળે જ છે.
આગમનો વિભાગ:
અનુયોગદ્વાર’ આગમમાં કોઈ અધ્યયન-આદિ વિભાગો નથી, અહી સીધા જ ૩૫૦ સૂત્રો અને ગાથાઓનો સમૂહ રહેલો છે.
આગમનો મુખ્ય વિષય:
“અનુયોગદ્વાર સૂત્રનો મુખ્ય વિષય “આગમ સૂત્રો’ને નય, નિક્ષેપ, ઉપક્રમ આદિ વડે સાંગોપાંગ સમજવાની ચાવી પ્રદાન કરવાનો છે. આરંભે પાંચે જ્ઞાનનો નામોલ્લેખ કર્યો છે, પછી શ્રુતજ્ઞાનના ઉદ્દેશ-સમુશ-અનુજ્ઞાના વિધાનથી યોગોદ્વહનની પ્રક્રિયા બતાવી છે. પછી નિક્ષેપા, નયો, ઉપક્રમ, આનુપૂર્વી વગેરેની સમજ સાથે વિશિષ્ટ ચર્ચા કરી છે. ત્યાર પછી ‘નામ'ના દશ ભેદો, તન્મથે
ઔદયિકાદિ ભાવોનું સ્વરૂપ, સાતે સ્વરોની સમજ, વચન-વિભક્તિ, નવ રસ વગેરેની લાંબી વક્તવ્યતા છે. દ્વવ આદિ સમાસોનું વર્ણન છે. પરમાણુ સ્વરૂપ, જીવની અવગાહના, કાળપ્રમાણ, જીવોની સ્થિતિ, શરીરના ભેદો વગરે અનેક વિષયો છે. આગમના અર્થનો સાંગોપાંગ પાર પામવા ઈચ્છતા અને પાંડિત્યપૂર્ણ શાસ્ત્રાભ્યાસ કરવા-કરાવવા માટે “અનુયોગદ્વારનો અભ્યાસ અનિવાર્ય છે. કેટલાંકના મતે આની રચના વિક્રમની બીજી શતાબ્દીમાં થઈ છે તેના રચયિતા આર્યરક્ષિતસૂરિ મનાય છે.
આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૧૫૦ શ્લોક પ્રમાણ ગણાવેલ છે.
| ૪૫ આગમ-પરિચય-શ્રેણી 45]
[95].